Gujarat Plus
gold-silver rateતાજા સમાચાર

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો

Silver and Gold Price : આજે કિંમતી ધાતુઓના બજારમાં ખળભળાટ મચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં માર્કેટ ખુલતાની સાથે જ મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલો ઉછાળો રોકાણકારો માટે આશ્ચર્યજનક રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના કારણે સોના-ચાંદીની કિંમતોમાં ફરી એકવાર તેજીનો દોર શરૂ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે.

ચાંદીમાં તોફાની તેજી

ચાંદીના ભાવની વાત કરીએ તો, ગઈકાલે બજાર ₹2,67,953 પ્રતિ કિલોના ભાવે બંધ થયું હતું. જોકે, આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદી સીધી ₹2,77,500 ના ભાવે ઓપન થઈ હતી. આમ, ચાંદીમાં એક જ ઝાટકે ₹9,547 નો તોતિંગ વધારો ઝીંકાયો છે. આટલો મોટો ઉછાળો છેલ્લા ઘણા સમય બાદ જોવા મળ્યો છે, જે બજારની તેજીનો સંકેત આપી રહ્યો છે.

સોનામાં સામાન્ય ઉછાળો 

સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર મજબૂતી જોવા મળી છે. ગઈકાલના સોનું ₹1,59,709 (પ્રતિ 10 ગ્રામ) પર બંધ રહ્યું હતું. આજે બજાર ખુલતી વખતે સોનાનો ઓપન ભાવ ₹1,60,234 (તસવીર મુજબના હાઈ લેવલ પર) જોવા મળ્યો હતો. આમ, સોનાની કિંમતમાં પણ અંદાજે ₹525 નો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સોનું હવે ફરીથી ₹1.60 લાખની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.

સમાચાર લખતી વખતની વાત કરીએ તો, બજાર ખુલ્યા બાદ સોના અને ચાંદીમાં આંશિક વધ-ઘટ ચાલુ છે. અત્યારે સોનું ₹1,60,180 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ગઈકાલ કરતા અંદાજે 0.29% નો વધારો દર્શાવે છે. જ્યારે ચાંદી અત્યારે ₹2,75,050 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલના બંધ ભાવથી હજુ પણ અંદાજે 2.65% ના ઉછાળા સાથે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

 

સંબંધિત પોસ્ટ્સ

BRICS માં 11 દેશો અને 11 અલગ હિત: કાગળ પર મજબૂત દેખાતું આ સંગઠન શું ખરેખર નવી ગ્લોબલ સુપરપાવર છે?

praxpatel

‘ભારતમાં અમેરિકી કાયદા મુજબ નહીં ચાલે Meta…’ કેન્દ્ર સરકારની સ્પષ્ટ ચેતવણી

praxpatel

Dhurandhar 2 Twist: રણવીર સિંહની ફિલ્મમાં 5 મોટા ધડાકા, દાઉદ ઈબ્રાહિમ અને જમીલ જમાલીના રહસ્યો પરથી ઉઠ્યો પડદો

praxpatel