Gujarat Plus
તાજા સમાચારસ્પોર્ટ્સ

શ્રી ચરણીએ ખોલ્યું રહસ્ય: પાકિસ્તાની ટીમને સસ્તામાં ઓલઆઉટ કરવા માટે ભારતીય સ્પિનરોએ બનાવી હતી આ ખાસ રણનીતિ

શ્રી ચરણીએ ખોલ્યું રહસ્ય: પાકિસ્તાની ટીમને સસ્તામાં ઓલઆઉટ કરવા માટે ભારતીય સ્પિનરોએ બનાવી હતી આ ખાસ રણનીતિ

દુબઈમાં રમાઈ રહેલા મહિલા T20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાન સામે એકતરફી 7 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે આ મેચ 68 બોલ બાકી રહેતા જ જીતી લીધી હતી. ટોસ હારીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પાકિસ્તાનને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.  પાકિસ્તાને 27 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી, જે બાદ ભારતીય સ્પિનરોની જોરદાર બોલિંગ સામે તેમની વિકેટો સતત પડતી રહી. આ જીતમાં ભારતીય યુવા સ્પિનર શ્રી ચરણી એ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમણે માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનેલી શ્રી ચરણીએ મેચ બાદ પાકિસ્તાનને સસ્તામાં ઓલઆઉટ કરવાની રણનીતિનો ખુલાસો કર્યો હતો.

માત્ર સ્ટમ્પ લાઇન પર બોલિંગ કરવા પર હતું ધ્યાન

મેચ બાદ પોતાની રણનીતિ અંગે વાત કરતા શ્રી ચરણીએ જણાવ્યું:

“ટીમ મીટિંગમાં અમે તમામ સ્પિનરો—હું, પ્રેમા રાવત, દીપ્તિ શર્મા અને રાધા યાદવ એકસાથે બેસીએ છીએ. દીપ્તિ અને રાધા દી જે માર્ગદર્શન આપે છે, અમે તેને મેદાન પર અમલમાં મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. પાકિસ્તાન સામેની મેચમાં મારું પૂરૂં ધ્યાન માત્ર સ્ટમ્પ પર બોલિંગ કરવા પર હતું. પિચ જોયા પછી અમને ખબર હતી કે બોલ ટર્ન થશે, તેથી મેં મારી લાઇન અને લેન્થ પર ધ્યાન આપ્યું અને બાકીનું કામ પિચ પર છોડી દીધું.”

પ્રેમા રાવતના પણ કર્યા ભરપૂર વખાણ

પાકિસ્તાન સામે માત્ર 9 રન આપીને 3 વિકેટ લેનાર સહ-સ્પિનર પ્રેમા રાવતના પણ શ્રી ચરણીએ મન મૂકીને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રેમા એક શાનદાર અને કુદરતી પ્રતિભા ધરાવતી ખેલાડી છે, જે બોલિંગની સાથે ઉત્તમ ફીલ્ડિંગ અને બેટિંગ પણ કરી જાણે છે.

સંબંધિત પોસ્ટ્સ

Bhooth Bangla Trailer: અક્ષય કુમારનો એ જ અંદાજ અને પ્રિયદર્શનનો જાદુ, ટ્રેલર જોઈને ‘ભૂલ ભુલૈયા’ યાદ આવી જશે

praxpatel

NRI પાસેથી મિલકત ખરીદનારાઓ માટે સરકારે નિયમ કર્યો સરળ: હવે TAN નંબર લેવાની ઝંઝટમાંથી મુક્તિ, CBDT ના નવા નિયમો

praxpatel

કાર સેલ્સમેન બન્યો બેલ્જિયમનો રાજકુમાર: 99.5% DNA મેચ થતાં પ્રિન્સ લોરેન્ટે પુત્ર તરીકે સ્વીકાર્યો

praxpatel