Gujarat Plus
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

‘ઘાયલ છું એટલે ઘાતક છું’: રાઘવ ચઢ્ઢાનો AAP ને વળતો પ્રહાર, પક્ષમાં આંતરિક યુદ્ધ તેજ

રાઘવ ચઢ્ઢાના આ વીડિયો બાદ દિલ્હી અને પંજાબના રાજકારણમાં ખળભળાટ

આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેનું ટાઈટલ છે- “ઘાયલ છું એટલે ઘાતક છું”.

સ્ક્રિપ્ટેડ કેમ્પેઈનનો ગંભીર આરોપ

રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં દાવો કર્યો કે તેમની વિરુદ્ધ સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “ગઈકાલથી સોશિયલ મીડિયા પર મારી વિરુદ્ધ એક જ પ્રકારની ભાષામાં કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ બધું સ્ક્રિપ્ટેડ છે.”

સંસદમાં વૉકઆઉટ મુદ્દે સ્પષ્ટતા

પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષના વૉકઆઉટ સમયે રાઘવ સદનમાં જ બેસી રહ્યા હતા. આ મુદ્દે વળતો પ્રહાર કરતા રાઘવે જણાવ્યું હતું કે:

  • મારા પર લાગેલા તમામ આરોપો તદ્દન જૂઠા છે.

  • હું સંસદમાં બૂમબરાડા પાડવા કે માઈક તોડવા નથી જતો.

  • મેં હંમેશા વિપક્ષની એકતાનો સાથ આપ્યો છે.

CCTV ફૂટેજ ચેક કરવાનો પડકાર

રાઘવ ચઢ્ઢાએ પક્ષના નેતૃત્વને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, “સંસદમાં દરેક જગ્યાએ CCTV કેમેરા હોય છે. જો મેં વિપક્ષનો સાથ છોડ્યો હોય, તો તેના ફૂટેજ તપાસી લો.” તેમણે ઉમેર્યું કે પાયાવિહોણા આરોપો લગાવીને તેમને સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા છે.

રાજકારણમાં ગરમાવો

રાઘવ ચઢ્ઢાના આ વીડિયો બાદ દિલ્હી અને પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો હવે સાચી સાબિત થઈ રહી છે કે AAP અને રાઘવ વચ્ચે બધુ બરાબર નથી.

સંબંધિત પોસ્ટ્સ

નકલી પનીર-ચીઝ બનાવનારા સાવધાન! ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ

praxpatel

ઇનકમ ટેક્સ વિભાગની મોટી ભૂલ: ટેક્સપેયર્સને મળ્યા ખોટા ઇમેઇલ, જાણો હવે શું કરવું?

praxpatel

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

praxpatel