Gujarat Plus
એન્ટરટેનમેન્ટ

પરેશ રાવલના પુત્રો છે ગુણોનો ભંડાર: એક છે શાનદાર એક્ટર, તો બીજાએ કેમેરા પાછળ રહીને બતાવ્યો કમાલ

પરેશ રાવલના પુત્રો છે ગુણોનો ભંડાર: એક છે શાનદાર એક્ટર, તો બીજાએ કેમેરા પાછળ રહીને બતાવ્યો કમાલ

બોલિવૂડના દિગ્ગજ અને પીઢ અભિનેતા પરેશ રાવલને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમણે પોતાની એક્ટિંગથી દરેક પાત્રમાં જીવ રેડ્યો છે. કોમેડી હોય કે વિલનનું પાત્ર, પરેશ રાવલ હંમેશા દર્શકોના દિલ જીતી લે છે. જોકે, આટલા મોટા સ્ટાર હોવા છતાં તેઓ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમના બંને પુત્રો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

મિસ ઈન્ડિયા રહી ચૂક્યા છે પરેશ રાવલના પત્ની

પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપત પણ ફિલ્મ જગતનું એક જાણીતું નામ છે. સ્વરૂપ સંપતે વર્ષ ૧૯૭૯માં ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષ ૧૯૮૭માં પરેશ રાવલ અને સ્વરૂપ સંપતના લગ્ન થયા હતા. આ કપલના બે પુત્રો છે – આદિત્ય રાવલ અને અનિરુદ્ધ રાવલ.

મોટો પુત્ર આદિત્ય રાવલ છે શાનદાર એક્ટર

પરેશ રાવલના મોટા પુત્રનું નામ આદિત્ય રાવલ છે. આદિત્ય પિતાના પગલે ચાલીને એક્ટિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

  • આદિત્યએ વર્ષ ૨૦૨૦માં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બમફાડ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

  • તાજેતરમાં જ તે ભૂમિ પેડનેકર સ્ટારર સીરીઝ ‘દલદલ’માં જોવા મળ્યો હતો, જ્યાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

  • આ સિવાય તે અનિલ કપૂરની ફિલ્મ ‘સુબેદાર’માં પણ નજર આવ્યો છે.

  • આગામી સમયમાં તે સાન્યા મલ્હોત્રા સાથે ફિલ્મ ‘સુંદર પૂનમ’માં લીડ રોલમાં જોવા મળશે.

નાનો પુત્ર અનિરુદ્ધ રાવલ કેમેરા પાછળ બતાવી રહ્યો છે હુનર

જ્યાં મોટાભાગના સ્ટાર કિડ્સ હીરો બનવાનું સપનું જોતા હોય છે, ત્યાં પરેશ રાવલના નાના પુત્ર અનિરુદ્ધે કેમેરાની પાછળ રહેવાનું પસંદ કર્યું છે. અનિરુદ્ધ ફિલ્મ મેકિંગમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. તેણે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર (AD) તરીકે કામ કર્યું છે. અનિરુદ્ધે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘સુલતાન’, ‘ટાઈગર ઝિંદા હૈ’ અને પ્રખ્યાત વેબ સીરીઝ ‘સ્કૂપ’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવી છે.

સંબંધિત પોસ્ટ્સ

શૂટિંગથી પરત ફરતાં અર્જુન બિજલાનીની કારનો અકસ્માત: ટીવી એક્ટરનો આબાદ બચાવ, ટીમે આપી હેલ્થ અપડેટ

praxpatel

અક્ષય ખન્નાએ મુંબઈના પોશ મલબાર હિલ વિસ્તારમાં ખરીદ્યો આલીશાન ફ્લેટ: 2500 ચોરસ ફૂટનું લક્ઝરી ઘર અને 3 કાર પાર્કિંગ

praxpatel

‘લોકઅપ 2’માં સુનીતા આહુજાનો પારો સાતમા આસમાને, શિલ્પા પર ભડકીને બોલી- ‘મારો પતિ 50 અફેર કરે, તારે શું?’

praxpatel