Gujarat Plus
ખેડૂત આંદોલનગુજરાત

વીજ કંપનીઓની જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં!

સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાઓનો દૂર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂત આગેવાન પાલ ભાઇ આંબલિયાએ કર્યો છે, તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે કલેક્ટર નોટિસ આપે અલગ કાયદાથી અને વળતર નક્કી કરે અલગ પરિપત્રોથી આવું કેમ?

ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ જમીન સંપાદન કાયદો – 2013 મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપો તેવા માંગ સાથે ખેડૂતો મોરબી કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા, ખેડૂતોએ આરોપ લગાવ્યો છેકે કંપની ધંધો કરે છે ને એના ધંધા માટે અમારી મિલકતનો ઉપયોગ કેવીરીતે કરી શકે?

મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ છે કે ધંધા માટે બીજાની મિલકતનો ઉપયોગ કરવો હોય તો તેને ભાડું આપવું પડેવીજ લાઇન આવવાથી જમીનની કિંમત 50% ઓછી થઈ જાય છે તો ઘટતી કિંમતને વળતરમાં ગણવામાં આવે

વીજ નીકળે એટલે ખેતર બિન ખેતી ન થઈ શકે આ કિંમતના ઘટાળાને વળતરમાં ગણવામાં આવે, વીજ પોલદીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિમાં 4 ગણો વધારો

praxpatel

પઢાર-સીદી સમુદાયના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, 4 જિલ્લામાં વર્ગ-1 અધિકારીઓને સોંપાઈ સીધી જવાબદારી

praxpatel

કાકા મનસુખ વસાવા અને ભત્રિજા ચૈતર વસાવા વચ્ચે તોડકાંડને લઇને વિવાદ ગરમાયો !

Lakhan Jam