Gujarat Plus
gujaratplusતાજા સમાચાર

દુબઈમાં વસતા દીકરા-દીકરીઓને લઇ પરિવારજનો ચિંતિત, સર્જાયા ભાવુક દ્રશ્યો

મિડલ ઈસ્ટની અસર અન્ય ગલ્ફ દેશોમાં પણ વર્તાઇ છે ત્યારે દુબઈમાં રહેલા પરિવારજનોના લોકો ભારતમાં તેમની ચિંતા કરતાં હોય તે સ્વાભાવિક છે એવા જ એક બનાસકાંઠાના પરિવારમાં તેમના દીકરાની દુબઈમાં સ્થિતિ અંગે તેમણે માહિતી આપી હતી.

Palanpur News: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિઓને કારણે ગુજરાતના પાલનપુર શહેરમાં પણ ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. ઇરાક અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવના સમાચાર સતત પ્રસારિત થતા હોવાથી વિદેશમાં રહેતા પોતાના સંતાનો અંગે પરિવારજનોમાં ભારે વ્યાકુળતા જોવા મળી રહી છે.

પાલનપુર શહેરના આશરે 20 જેટલા યુવકો રોજગાર માટે દુબઈમાં રહે છે. હાલ તેઓ ત્યાં સુરક્ષિત હોવાનું જણાવે છે. છતાં પરિસ્થિતિને લઈને તેમના પરિવારજનો સતત ચિંતામાં છે. એરબેઝ બંધ હોવાની માહિતી મળતા યુવકો તાત્કાલિક વતન પરત ફરી શકતા નથી. જેના કારણે માતા-પિતાની ચિંતા વધુ વધી છે.

” મારા દીકરાની ચિંતા સ્વાભાવિક થાય પણ મારી દર કલાકે એની સાથે વાત થાય છે અને ત્યાં એ લોકો સંપૂર્ણ સેફ છે. હાલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે એ લોકો આવી શકતા નથી. લોકો એ સિવાય હાલ ત્યાં માહોલ ઘણો સેફ છે અને હજુ સુધી ચિંતા જેવુ કશું નથી. “

પરિવારજનો દર કલાકે વીડિયો કોલ કરી પોતાના દીકરાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમની હાલત અંગે સમાચારો મેળવી રહ્યા છે. ટીવી ચેનલો પર યુદ્ધ સંબંધિત દૃશ્યો જોતા માતા-પિતા ભાવુક બની જાય છે. કેટલાક પરિવારોમાં તો રાત્રે ઊંઘ પણ ઊડી ગઈ હોવાનું જાણવા મળે છે. યુવકોના જણાવ્યા અનુસાર દુબઇમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને રોજિંદી જિંદગી સામાન્ય રીતે ચાલુ છે. જોકે આસપાસના વિસ્તારોમાં ક્યારેક આકાશમાં હવાઈ હુમલાના અવાજ સંભળાતા હોવાની ચર્ચાઓથી પરિવારજનોમાં ગભરાટ ફેલાયો છે.

 

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતના 10 તાલુકામાં 10 ઈંચ પણ વરસાદ નહીં: કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વિકટ સ્થિતિ, 75 ડેમમાં પાણી 25%થી નીચે

praxpatel

મુંબઈમાં કરુણાંતિકા: બિરયાની બાદ તરબૂચ ખાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, રહસ્ય ઘેરાયું

praxpatel

યુદ્ધવિરામ નિષ્ફળ? UAE અને કુવૈતનો દાવો- ‘ઈરાને ફરીથી મિસાઈલ હુમલા કર્યા’

praxpatel