Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

‘ઉડતા ગુજરાત?’ : અમદાવાદની હોસ્ટેલમાં રહેતી છ યુવતી ડ્રગ્સની બંધાણી થઈ ગઈ, ડી-એડિક્શન સેન્ટર બાદ પણ મુશ્કેલી

Ahmedabad Drug Addiction

Ahmedabad Drug Addiction : ગુજરાતમાં એક તરફ નશામુક્તિ માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે, ત્યારે બીજી તરફ યુવાધન અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ડ્રગ્સનું વધતું ચલણ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે. અમદાવાદની એક હોસ્ટેલમાં રહેતી ૯ યુવતીઓમાંથી ૬ યુવતીઓ ડ્રગ્સની લતનો ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શરૂઆતમાં સામાન્ય મિત્રતા ધરાવતી આ યુવતીઓ સમય જતાં સાથે મળીને નશો કરવા લાગી હતી, જેમાંથી બે યુવતીઓને સારવાર માટે ડી-એડિક્શન સેન્ટરમાં દાખલ કરવાની ફરજ પડી છે.

વેકેશનમાં ઘરે જતાં પરિવારને જાણ થઈ, MD ડ્રગ્સ અને ગાંજાના નેટવર્કની આશંકા

મળતી વિગતો અનુસાર, હોસ્ટેલમાં સાથે રહેતી યુવતીઓ વચ્ચે મિત્રતા થયા બાદ ધીમે-ધીમે આ મિત્રમંડળની ૬ યુવતીઓ નશાની લતમાં ફસાઈ ગઈ હતી. વેકેશન દરમિયાન એક યુવતી ઘરે ગઈ ત્યારે તેના પરિવારજનોને તેની આ આદતની જાણ થતાં અન્ય યુવતીઓના પરિવારો પણ સતર્ક થયા હતા. ડી-એડિક્શન સેન્ટરમાં સારવાર દરમિયાન દર્દીઓની પૂછપરછમાં એમ.ડી. ડ્રગ્સ અને ગાંજાનો નશો ફેલાવવાના આયોજનબદ્ધ નેટવર્ક અંગેની વિગતો સામે આવી છે. આ ઉપરાંત, શહેરના કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લા અને સિગારેટ વેચતી દુકાનો યુવાનોને નશા તરફ ધકેલવામાં માધ્યમ બની રહી હોવાની શંકા સાથે તપાસની જરૂરિયાત વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં ૬ વર્ષમાં નશામુક્તિના કિસ્સાઓમાં ૯૫ ટકાનો ચિંતાજનક વધારો

આંકડાકીય માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા છ વર્ષ દરમિયાન નશાની લતમાંથી બહાર આવવા સારવાર લેતા લોકોના કિસ્સાઓમાં અંદાજે ૯૫ ટકાનો વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં વર્ષ ૨૦૨૦થી નશામુક્તિ ક્લિનિકમાં આવતા દર્દીઓની સંખ્યામાં ૨૫ થી ૪૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, નશાની લત છોડાવવા દર્દીની સ્થિતિ મુજબ ૧૫ દિવસથી લઈને ત્રણ મહિના સુધી તબીબી અને મનોવૈજ્ઞાનિક સારવાર આપવામાં આવે છે, પરંતુ તેમાંથી સંપૂર્ણ બહાર આવવા માટે પરિવારની સતત દેખરેખ, સહકાર અને શૈક્ષણિક સંસ્થાઓની સતર્કતા અત્યંત જરૂરી છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં: અમદાવાદમાં ૧૦ મહિનામાં ૧૨૦ અરજીઓ, ૯૫% લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો

praxpatel

કાંતિ અમૃતિયાના નિવેદન અંગે હોબાળો: ખેડૂતોએ કહ્યું – ‘ભાજપના ધારાસભ્ય-નેતાઓના ખેતરોમાં વીજથાંભલા ઊભા કરો’

praxpatel

હોર્મુઝ વિવાદ: ઈરાનની ખુલ્લી ધમકી, ‘ના રસ્તો ખુલશે, ના કોઈ વાતચીત થશે’, ટ્રમ્પના એક્ઝિટ પ્લાનથી ખળભળાટ

praxpatel