Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર કાર્ડમાં નામ સુધારવાના નિયમો વધુ કડક: UIDAI દ્વારા નવી SOP જાહેર, જાણો કયા સંજોગોમાં કયું એફિડેવિટ આપવું પડશે

Aadhaar

Aadhaar : ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા અથવા બદલવા માટેની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. હવે આધાર કાર્ડમાં સામાન્ય સ્પેલિંગ ભૂલ હોય, ડેટા એન્ટ્રીની ભૂલ હોય, લગ્ન-છૂટાછેડા પછી અટક બદલવાની હોય કે પછી ઉપનામ (‘ઉર્ફ’/Alias) હટાવવાનું હોય—દરેક સ્થિતિ માટે અલગ-અલગ શપથપત્ર (Affidavit) અને આધાર પુરાવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

શું છે નવી SOP? પરિસ્થિતિ મુજબના નિયમો

SOP એટલે કે માર્ગદર્શક સંચાલન પ્રક્રિયા. UIDAI ની નવી ગાઇડલાઇન્સ અનુસાર અલગ-અલગ કેટેગરી માટે નીચે મુજબના નિયમો નક્કી કરાયા છે:

  • ડેટા એન્ટ્રીની ભૂલ માટે શપથપત્ર: જો મૂળ દસ્તાવેજમાં સાચું નામ હોય પરંતુ ઓપરેટરની ડેટા એન્ટ્રી વખતે નામ ખોટું નોંધાઈ ગયું હોય, તો પુખ્ત વયના નાગરિકો માટે ‘અનુબંધ-બી’ (Annexure-B) અને સગીરો (Minors) માટે ‘અનુબંધ-સી’ (Annexure-C) મુજબનું નિર્ધારિત શપથપત્ર માન્ય ઓળખ પુરાવા સાથે રજૂ કરવું પડશે.

  • લગ્ન કે છૂટાછેડા બાદ સરનેમ બદલવા: લગ્ન અથવા ડિવોર્સ પછી અટક (Surname) બદલવા કે સુધારવા માંગતા અરજદારો માટે ‘અનુબંધ-ડી’ (Annexure-D) શપથપત્રની જોગવાઈ કરાઈ છે, જેની સાથે કાયદેસરના ઓળખ દસ્તાવેજો જોડવાના રહેશે.

  • ‘ઉર્ફ’ (Alias/ઉપનામ) હટાવવા માટે: જો આધાર કાર્ડમાં મૂળ નામ સાથે કોઈ ઉર્ફ કે બોલતું નામ દર્શાવેલું હોય અને તેમાંથી કોઈ એક જ નામ રાખવું હોય, તો પુખ્ત વયના લોકો માટે ‘અનુબંધ-ઇ’ (Annexure-E) અને સગીરો માટે ‘અનુબંધ-એફ’ (Annexure-F) શપથપત્ર જમા કરાવવું પડશે.

  • હોદ્દો કે પ્રિફિક્સ હટાવવા: નામ આગળ લાગતા ટાઇટલ, રેન્ક કે પદવી જેવા કે ડૉક્ટર, કર્નલ, શ્રી, શ્રીમતી, મિસ્ટર વગેરે દૂર કરવા માટે પણ નવી SOP માં સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે. આ માટે યોગ્ય આઈડી પ્રૂફના આધારે સુધારો કરી શકાશે.

મોટા ફેરફારો માટે સરકારી ગેઝેટ નોટિફિકેશન અનિવાર્ય

જો કોઈ વ્યક્તિ પોતાના પ્રથમ નામ કે આખા નામમાં મોટો ફેરફાર કરવા માંગતી હોય, તો સામાન્ય અરજીથી કામ નહીં ચાલે:

  • આવા કિસ્સામાં ભારત સરકાર અથવા રાજ્ય સરકારનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન (Gazette Notification) તેમજ જૂના નામવાળા માન્ય ઓળખ પુરાવા રજૂ કરવા ફરજિયાત રહેશે.

  • સામાન્ય નિયમ મુજબ આધાર કાર્ડમાં નામ બે વાર જ સુધારી શકાય છે. આ મર્યાદા પૂરી થયા પછીના કોઈપણ સુધારા માટે વિશેષ મંજૂરી અને ગેઝેટ અધિસૂચના આધારિત અપવાદરૂપ પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

સંબંધિત પોસ્ટ્સ

ડેન્ગ્યૂના મચ્છરો ગંદા નહીં, ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે! અમદાવાદમાં 57 દિવસમાં 857 કેસ સાથે રોગચાળો બેકાબૂ

praxpatel

સોનમ વાંગચુક મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, અમેરિકાથી પણ મળ્યું સમર્થન

praxpatel

અમદાવાદમાં રસ્તા જ નહીં, હવે ઈમારતો પણ બેસવા માંડી! શીલજમાં નવનિર્મિત સ્મશાનગૃહમાં પડ્યું મોટું ગાબડું

praxpatel