Gujarat Plus
Breaking News
બિઝનેસ

સંકટ મોટું છે… વિશ્વની ૪૦થી વધુ કંપનીઓને સતાવી રહ્યો છે કયો ડર? ધડાધડ છટણી

સંકટ મોટું છે... વિશ્વની ૪૦થી વધુ કંપનીઓને સતાવી રહ્યો છે કયો ડર? ધડાધડ છટણી

વર્ષ ૨૦૨૬માં વિશ્વની કેટલીક સૌથી મોટી કંપનીઓ જેવી કે એમેઝોન, મેટા, ઓરેકલ, યુપીએસ, વોલમાર્ટ, સિટી, વિઝા અને નાઈકી દ્વારા મોટા પાયે છટણી (Layoff) જાહેર કરવામાં આવી છે. આઈટી, બેંકિંગ, રીટેલ, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને હેલ્થ સર્વિસ જેવા ક્ષેત્રોની ૪૦થી વધુ દિગ્ગજ કંપનીઓએ પોતાના વર્કફોર્સમાં તગડો કાપ મૂક્યો છે.

છટણીનું સૌથી મોટું કારણ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)

રિપોર્ટ અનુસાર, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વધતો ઉપયોગ આ છટણીનું સૌથી મોટું કારણ બનીને ઊભર્યો છે. બ્લોક, કોઈનબેઝ, ઓરેકલ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી કંપનીઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે એઆઈ હવે એવા કામો કરી રહ્યું છે જે પહેલાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા હતા. આ સિવાય ધીમી બિઝનેસ ગ્રોથ, કંપનીઓનું પુનર્ગઠન અને બદલાતી કસ્ટમર ડિમાન્ડ પણ આ નિર્ણયો માટે જવાબદાર છે.

કઈ કંપનીમાં કેટલી છટણી થઈ?

  • UPS: નેટવર્ક પુનર્ગઠન હેઠળ સૌથી મોટી ૩૦,૦૦૦ નોકરીઓ રદ કરી.

  • Oracle: AI અપનાવવાના કારણે ૨૧,૦૦૦ કર્મચારીઓ (કુલ વર્કફોર્સના ૧૩%) ને દૂર કર્યા.

  • CITI Group: બિઝનેસ જરૂરિયાતો અને ખર્ચ ઘટાડવા ૨૦,૦૦૦ નોકરીઓ (૧૦% વર્કફોર્સ) ઓછી કરી.

  • Amazon: કોર્પોરેટ ક્ષેત્રે ૧૬,૦૦૦ નોકરીઓ સમાપ્ત કરી.

  • Dell: પુનર્ગઠન યોજના હેઠળ ૧૧,૦૦૦ (૧૦%) કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો.

  • British American Tobacco: ટેકનોલોજીના વિસ્તાર માટે ૯,૦૦૦ નોકરીઓ રદ કરી.

  • VISA: AI બેઝ્ડ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન હેઠળ ૨,૬૦૦ નોકરીઓ ઘટાડી.

  • Meta: AI માં રોકાણ વધારવા અને કોસ્ટ કટિંગ માટે મોટી છટણીની જાહેરાત કરી.

આગામી સમયમાં સંકટ વધુ ઘેરું બનશે?

રિપોર્ટ મુજબ અમેરિકામાં ૧૦૦થી વધુ કંપનીઓએ WARN (Worker Adjustment and Retraining Notification) નોટિસ ફાઈલ કરી છે, જે આગામી મહિનાઓમાં થનારી વધુ છટણીઓ તરફ ઈશારો કરે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના સર્વે અનુસાર, વિશ્વભરની ૪૧% કંપનીઓ માને છે કે માત્ર AI ના કારણે જ આગામી ૫ વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવશે.


સંબંધિત પોસ્ટ્સ

AI ના ચક્કરમાં મુશ્કેલીમાં મુકાઈ Microsoft અને Uber, માણસો કરતાં પણ વધુ મોંઘી પડી રહી છે ટેકનોલોજી!

praxpatel

ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનું આકર્ષણ યથાવત: SEBIની ચેતવણી છતાં 6 મહિનામાં ₹17,630 કરોડનું વેચાણ!

praxpatel