સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ (Reliance Jio) એ પોતાના બ્રોડબેન્ડ યુઝર્સ માટે એક શાનદાર ‘ફ્રીડમ ઓફર’ (Freedom Offer) ની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ જિઓ ફાઈબર (JioFiber) અને એર ફાઈબર (Jio AirFiber) યુઝર્સને પૂરા 15 મહિના સુધી 100Mbps ની હાઈ-સ્પીડથી ઈન્ટરનેટ ઓફર કરવામાં આવી રહ્યું છે.
શું છે આ ખાસ ઓફર?
જીઓનો આ ફ્રીડમ ઓફર ખાસ કરીને તે યુઝર્સ માટે છે જેઓ એકસાથે લાંબા સમયનું રિચાર્જ કરાવવા માંગે છે.
-
કિંમત: આ પ્લાન માટે યુઝર્સે ₹10,000 નો ખર્ચ કરવો પડશે.
-
વેલિડિટી: સામાન્ય રીતે 12 મહિનાના પ્લાનમાં કંપની 3 મહિના વધારાની વેલિડિટી આપી રહી છે, એટલે કે કુલ 15 મહિનાની વેલિડિટી મળશે.
-
બચત: સામાન્ય રીતે 100Mbps નો પ્લાન દર મહિને ₹899 + GST માં આવે છે, જેનો 15 મહિનાનો ખર્ચ આશરે ₹16,000 સુધી થાય છે. આ ઓફરથી યુઝર્સને દર મહિને માત્ર ₹666 માં ઈન્ટરનેટ પડશે, જેથી ₹6,000 સુધીની સીધી બચત થશે.
મળશે આ શાનદાર બેનિફિટ્સ
આ પ્લાન લીધા પછી યુઝર્સે 15 મહિના સુધી રિચાર્જ કરાવવાની કોઈ ચિંતા રહેશે નહીં. પ્લાનમાં નીચે મુજબના લાભો મળશે:
-
હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: 15 મહિના સુધી સતત 100Mbps ની સ્પીડે અનલિમિટેડ ઈન્ટરનેટ.
-
લાઈવ ટીવી: 1000 થી વધુ લાઈવ TV ચેનલ્સનો એક્સેસ.
-
12 OTT એપ્સ: મનોરંજન માટે 12 લોકપ્રિય OTT એપ્સનું સબસ્ક્રિપ્શન.
કઈ-કઈ OTT એપ્સ મળશે?
આ પ્લાનમાં Jio Hotstar, Zee5, SonyLIV, SunNXT, HoiChoi, Discovery+, TimesPlay, TarangPlus, ErosNow, Lionsgate Play, ShemarooMe અને ETV Win નો સમાવેશ થાય છે.
ઓફરનો લાભ કેવી રીતે લેવો?
આ ઓફર હાલમાં MyJio App પર ઉપલબ્ધ છે.
-
તમારા ફોનમાં MyJio એપ ઓપન કરો.
-
હોમ પેજ પર તમને ‘Jio Freedom Offer’ નું બેનર દેખાશે.
-
તેના પર ટેપ કરીને તમે તમારા Jio Home WiFi ને સરળતાથી રિચાર્જ કરી શકો છો.
