Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં વિમાન દુર્ઘટના: સ્કાઈડાઈવર્સને લઈ જતું પ્લેન ક્રેશ, ૧૧ લોકોના કમકમાટીભર્યા મોત

ફ્રાન્સમાં વિમાન દુર્ઘટના: સ્કાઈડાઈવર્સને લઈ જતું પ્લેન ક્રેશ, ૧૧ લોકોના કમકમાટીભર્યા મોત
ફ્રાન્સ ના પૂર્વીય ભાગમાં રવિવારે એક મોટો વિમાન અકસ્માત સર્જાયો છે. ફ્રાન્સ ના નેન્સી (Nancy) પાસે આવેલા તોમ્બ્લેન (Tomblaine) વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું છે. આ પ્લેન સ્કાઈડાઈવર્સના એક ગ્રુપને લઈને જઈ રહ્યું હતું. આ દર્દનાક અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, police અને મેડિકલ ઈમરજન્સીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી (Rescue Operation) શરૂ કરવામાં આવી હતી.

વિમાનમાં બ્લાસ્ટ થવાનો હતો ખતરો

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેનમાં સ્કાઈડાઈવિંગ માટે જઈ રહેલા લોકો સવાર હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ, દુર્ઘટના બાદ વિમાનમાં બ્લાસ્ટ થવાનો પણ મોટો ખતરો હતો. આ ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળની આસપાસ મજબૂત બેરિકેડિંગ કરી દેવાયું છે.

પોલીસે લોકોને દૂર રહેવા અપીલ કરી

ફ્રાન્સની પોલીસે સામાન્ય નાગરિકોને અકસ્માત વાળા વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી છે. પોલીસે લોકોને સાલ્વાડોર એલેન્ડે સ્ટ્રીટ (Salvador Allende Street) અને તેની આસપાસના વિસ્તારોમાં ન જવા માટે કહ્યું છે. જેથી કરીને રાહત બચાવ કામગીરી અને તપાસ એજન્સીઓના કામમાં કોઈ અવરોધ ન આવે.

અકસ્માતનું કારણ હજી અકબંધ: તપાસ શરૂ

આ વિમાન અકસ્માત કયા કારણે થયો તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અને મેડિકલ સર્વિસના અધિકારીઓ ટૂંક સમયમાં આ ઘટનાની વિગતવાર માહિતી શેર કરશે.

પ્રારંભિક તપાસમાં હવામાનની સ્થિતિ અને કોઈ ટેકનિકલ ખામી જેવા તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂરી થયા પછી જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં એક્સપર્ટ ટીમ વિમાનના  તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

પાકિસ્તાનમાં તખ્તાપલટની આહટ? મુનીર-નકવીના પાવર પ્લેથી શહબાઝ-ઝરદારીની ઊંઘ ઊડી

praxpatel

અમેરિકામાં મોટી કાર્યવાહી: ગેરકાયદે રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ, ટૂંક સમયમાં જ દેશની બહાર કરાશે

praxpatel

ઇરાન: સુપ્રિમ લીડર મોઝતબા ખામેનેઈ પિતાના અંતિમ સંસ્કારમાં નહીં જાય

praxpatel