Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

લગ્નની લાલચ આપી શાળા પાસેથી અપહરણ કર્યું હતું

આ ઘટના વર્ષ 2025ની છે. મૂળ પાટણના રાધનપુરનો અને હાલ કલોલના નારદીપુર ખાતે રહેતો આરોપી ભરત ઠાકોર એક ગંભીર ગુનામાં સંડોવાયો હતો. 23 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપીએ નારદીપુર ગામની પ્રાથમિક કન્યા શાળા નજીકથી એક સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી દીધી હતી.

પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો

આ ઘટના અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 25 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને પોક્સો એક્ટ (POCSO Act) ની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચોટીલાની બંધ હોટેલમાં આચર્યું હતું દુષ્કર્મ

કલોલ પોલીસે તાત્કાલિક તપાસ કરીને ગણતરીના દિવસોમાં આરોપી અને સગીરા ને શોધી કાઢ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સગીરાને ચોટીલા ખાતે આવેલી એક બંધ હોટલમાં તેમજ ગૌશાળા નજીકના બગીચામાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટે પુરાવા ગ્રાહ્ય રાખી સજા સંભળાવી

આ કેસ કલોલ સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓને માન્ય રાખ્યા હતા. કોર્ટે આરોપી ભરત ઠાકોરને ગુનેગાર ઠેરવીને 20 વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદની રથયાત્રા: ૧૯૪૬ના રમખાણોમાં પણ નહોતો અટક્યો રથ, ૯૪ વર્ષીય મફતભાઈએ વાગોળ્યો ઈતિહાસ

praxpatel

બેંક ઓફ બરોડાની મોટી ભૂલ: હોમ લોન ગ્રાહકોના ખાતામાંથી વધુ EMI કપાઈ ગયા, અનેક લોકો બન્યા ‘ડિફોલ્ટર

praxpatel

શિવ મહાપુરાણ કથામાં રાયબરેલી પહોંચ્યા સીએમ યોગી: 2027ની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ગઢમાં ભાજપનું હિન્દુ આઉટરીચ તેજ

praxpatel