Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિ

તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સરકાર: આવતીકાલે મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, જાણો સંપૂર્ણ વિગતો

વિજય

ચેન્નાઈ સમાચાર: તમિલનાડુના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ અને લોકપ્રિય અભિનેતા વિજય હવે તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

શપથ ગ્રહણનો સમય અને સ્થળ

  • વિજય આવતીકાલે સવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

  • શપથ ગ્રહણ માટે સવારે 10:00 થી 11:15 વચ્ચેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે.

  • આ ભવ્ય કાર્યક્રમ ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં યોજાશે.

  • નેહરુ સ્ટેડિયમની ક્ષમતા 5,000 સીટોની છે, જ્યાં જનતા આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનશે.

સ્ટેડિયમમાં તૈયારીઓ તેજ

  • સ્ટેડિયમના કર્મચારીઓને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.

  • વિજય શપથ વિધિ માટે સવારે 10 વાગ્યા પહેલા સ્ટેડિયમ પહોંચી જશે.

  • રાજ્યપાલ દ્વારા નિર્ધારિત સમય મુજબ 10:00 થી 11:30 વચ્ચે શપથ ગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થશે.

તમને જણાવી દઈએ કે, અભિનેતા વિજયે પોતાની પાર્ટી TVK (તમિલગ પ્રોવેત્ર કઝગમ) સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને હવે તેઓ રાજ્યની કમાન સંભાળવા તૈયાર છે.

  • TVK ની જીત: અભિનેતા વિજય ની પાર્ટી ‘તમિલગ વેત્રી કઝગમ’ (TVK) 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. વર્ષ 1967 પછી પ્રથમ વખત કોઈ બિન-દ્રવિડિયન પક્ષ સૌથી મોટો પક્ષ બન્યો છે. શાસક પક્ષ DMK ને 59 અને AIADMK ને 47 બેઠકો મળી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની પરંપરાગત બેઠક કોલાથુર (Kolathur) થી TVK ના ઉમેદવાર સામે હારી ગયા છે.


સંબંધિત પોસ્ટ્સ

મણિપુરમાં ફરી હિંસાનો પલિતો: રોકેટ હુમલામાં બે માસૂમ બાળકોના મોત, 5 જિલ્લામાં ઇન્ટરનેટ ઠપ્પ

praxpatel

અમદાવાદ કલેક્ટર કચેરીમાં હંગામો: અપક્ષ ઉમેદવારના ટેકેદારોની નકલી સહીનો ઘટસ્ફોટ, પોલીસ બોલાવવી પડી

praxpatel

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ઘૂંટણિયે બેસીને મહિલા પોલીસ અધિકારીને સવાલ કર્યા

ANIL PATEL