Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

યુદ્ધના ભણકારા? ઈરાનનો દાવો- અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ તોડી પાડ્યું, પાઈલોટ લાપતા

યુદ્ધના ભણકારા? ઈરાનનો દાવો- અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ તોડી પાડ્યું, પાઈલોટ લાપતા

ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનની સેનાએ અમેરિકાના અત્યંત આધુનિક F-35 સ્ટીલ્થ ફાઈટર જેટને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.

સેન્ટ્રલ ઈરાન પર હુમલો

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા મુજબ, તેમની નવી એર ડિફેન્સ સિસ્ટમે સેન્ટ્રલ ઈરાન પર આ પાંચમી પેઢીના ફાઈટર જેટને નિશાન બનાવ્યું હતું. આ વિમાન અમેરિકાની લેકનહેથ (Lakenheath) સ્ક્વોડ્રનનું હોવાનું કહેવાય છે.નોંધનીય છે કે, અગાઉ 19 માર્ચના રોજ પણ ઈરાને અમેરિકન F-35 લાઈટનિંગ 2 વિમાનને નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. F-35એ અમેરિકાના સંરક્ષણ દળનું અત્યંત શક્તિશાળી અને આધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ માનવામાં આવે છે. જોકે, આ બાબતે અમેરિકન સંરક્ષણ અધિકારીઓના હવાલેથી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાની મિસાઈલ હુમલા બાદ F-35 વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને તેમાં પાયલટ સુરક્ષિત છે. આ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે.

પાઈલોટના અસ્તિત્વ પર સવાલ

ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે હુમલા બાદ થયેલા ભયાનક વિસ્ફોટને કારણે પાઈલોટ બચ્યો હોવાની શક્યતા નહિવત છે. જોકે, બીજી તરફ અમેરિકન સૂત્રોના રિપોર્ટ મુજબ, વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને પાઈલોટ સુરક્ષિત છે. આ વિરોધાભાસી દાવાઓને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ થઈ છે.

ઈરાનનો મોટો દાવો: 125 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

IRGC એ માત્ર ફાઈટર જેટ જ નહીં, પણ અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલના 125 થી વધુ ડ્રોન તોડી પાડ્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ ઘટના ગુરુવારે વહેલી સવારે 2:50 વાગ્યે બની હોવાનું જણાવાયું છે.

શા માટે મહત્વનું છે F-35?

F-35 એ અમેરિકાનું સૌથી શક્તિશાળી અને સ્ટીલ્થ (રડારમાં ન પકડાય તેવું) એરક્રાફ્ટ માનવામાં આવે છે. જો ઈરાનનો દાવો સાચો સાબિત થાય, તો તે અમેરિકા માટે મોટો આંચકો ગણાશે.

સંબંધિત પોસ્ટ્સ

ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 21 લોકોના મોત, 61 ઘાયલ; રોબોટ દ્વારા બચાવ કામગીરી

praxpatel

ઈરાને મધદરિયે કેમિકલ ટેન્કર પર વરસાવી ગોળીઓ: 12 ભારતીય નાવિકોના જીવ તાળવે ચોંટ્યા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

praxpatel

મેથ્યુ પેરી મોત કેસ: ‘કેટામાઈન ક્વિન’ જસવીન સંઘાને 15 વર્ષની જેલ, કોર્ટમાં રડી પડી ભારતીય મૂળની મહિલા

praxpatel