Gujarat Plus
Breaking News
અન્યએન્ટરટેનમેન્ટતાજા સમાચાર

‘કપ્તાન’નું દમદાર ટ્રેલર રિલીઝ: સાકિબ સલીમ અને સિદ્ધાર્થ નિગમ વચ્ચે જામશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોશો

'કપ્તાન'નું દમદાર ટ્રેલર રિલીઝ: સાકિબ સલીમ અને સિદ્ધાર્થ નિગમ વચ્ચે જામશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોશો

OTT પ્રેમીઓ માટે ખુશખબર છે! લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી વેબ સિરીઝ કપ્તાન નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. સાકિબ સલીમ અને સિદ્ધાર્થ નિગમ સ્ટારર આ સિરીઝમાં ભરપૂર એક્શન, સસ્પેન્સ અને ડ્રામા જોવા મળશે.

કપ્તાન ના ટ્રેલરમાં શું છે ખાસ?

‘કપ્તાન’ના ટ્રેલરની શરૂઆત તેજ રફ્તાર સીન અને પાવરફુલ ડાયલોગ્સથી થાય છે. સિરીઝની વાર્તા જ્વાલાબાદ’ નામની જગ્યા પર આધારિત છે, જ્યાં ગુનાખોરી હવે નાના સ્તરે નહીં પણ મોટા ગેંગવોર અને નેટવર્કમાં બદલાઈ ચુકી છે. ટ્રેલરમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેનો ટકરાવ અને પાવરની લડાઈને જોરદાર રીતે બતાવવામાં આવી છે.

ક્યારે અને ક્યાં રિલીઝ થશે સિરીઝ?

  • રિલીઝ ડેટ: આ સિરીઝ 3 એપ્રિલ 2026 થી સ્ટ્રીમ થશે.

  • OTT પ્લેટફોર્મ: તમે આ સિરીઝ MX Player પર જોઈ શકશો.

સ્ટાર કાસ્ટ અને પાત્રો

  • સાકિબ સલીમ: તે SSP સમરદીપના રોલમાં જોવા મળશે. સાકિબના મતે આ પાત્ર પડકારજનક છે કારણ કે તે નિયમોથી હટીને કામ કરનાર પોલીસ ઓફિસર છે.

  • સિદ્ધાર્થ નિગમ: તે ‘કબીર’ના રોલમાં છે. તેનું પાત્ર ગુસ્સા અને દર્દથી ભરેલું છે, જે તેને ખતરનાક બનાવે છે.

  • અન્ય કલાકારો: કવિતા કૌશિક પણ આ સિરીઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

વાર્તાનો મુખ્ય પ્લોટ

સિરીઝનો મુખ્ય ફોકસ SSP સમરદીપ અને કબીર વચ્ચેના ટકરાવ પર છે. બંને વચ્ચેની જૂની વાતો અને બદલાની ભાવના વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. ક્રાઈમ, એક્શન અને ઈમોશનના આ જબરદસ્ત મિશ્રણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂ.21.71 લાખનો મુદ્દામાલ જપ્ત

ANIL PATEL

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર

ANIL PATEL

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ફાટી નીકળી હિંસા: ટોળા દ્વારા દુકાનો-વાહનોમાં આગચંપી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

praxpatel