Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

1 એપ્રિલથી ઇન્કમ ટેક્સના નિયમો બદલાશે: HRA થી લઈને ચિલ્ડ્રન એલાઉન્સ સુધીના 7 મોટા ફેરફારો

1 એપ્રિલથી ઇન્કમ ટેક્સના નિયમો બદલાશે: HRA થી લઈને ચિલ્ડ્રન એલાઉન્સ સુધીના 7 મોટા ફેરફારો

Income Tax Rules 2026: જો તમે પગારદાર કર્મચારી છો, તો તમારા માટે 1 એપ્રિલ, 2026ની તારીખ ખૂબ જ મહત્વની છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા ઇન્કમ ટેક્સ નિયમો નોટિફાય કર્યા છે. આ નવા ફેરફારો તમારી ટેક્સ લાયબિલિટી અને ટેક-હોમ સેલરી પર મોટી અસર પાડશે. ચાલો જાણીએ, નવા નાણાકીય વર્ષમાં કયા 7 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. HRA થી લઈને ચિલ્ડ્રન એલાઉન્સ સુધીના 7 મોટા ફેરફારો

1. HRA ના નિયમોમાં ફેરફાર: અમદાવાદ-પુણેના લોકોની બચત વધશે

જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) પસંદ કરનારા કર્મચારીઓ માટે HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) ના નિયમોમાં મોટો સુધારો કરાયો છે. અત્યાર સુધી માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈને જ મેટ્રો સિટી ગણીને 50% HRA ની છૂટ મળતી હતી.

  • નવા શહેરો: હવે અમદાવાદ, પુણે, હૈદરાબાદ અને બેંગલુરુને પણ આ યાદીમાં સામેલ કરાયા છે.

  • કેટલો ફાયદો: આ શહેરોમાં રહેતા લોકો હવે બેઝિક સેલરીના 50% સુધી HRA એક્ઝેમ્પશન ક્લેમ કરી શકશે.

  • અન્ય શહેરો: આ 8 શહેરો સિવાયના વિસ્તારો માટે મર્યાદા 40% રહેશે.

  • ખાસ નોંધ: નવી ટેક્સ વ્યવસ્થામાં HRA ની કોઈ છૂટ મળતી નથી.

2. બાળકોના શિક્ષણ ભથ્થામાં 30 ગણો વધારો

સરકારે વર્ષો જૂની ‘ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ’ની લિમિટમાં ધરખમ વધારો કર્યો છે.

  • શિક્ષણ ભથ્થું: અત્યાર સુધી આ મર્યાદા માત્ર ₹100 પ્રતિ માસ હતી, જે હવે વધારીને ₹3000 પ્રતિ માસ (મહત્તમ બે બાળકો માટે) કરવામાં આવી છે.

  • હોસ્ટેલ એલાઉન્સ: હોસ્ટેલ ખર્ચ માટે મળતી છૂટ ₹300 થી વધારીને સીધી ₹9000 પ્રતિ માસ કરવામાં આવી છે.

  • આ ફેરફારથી મધ્યમ વર્ગના વાલીઓને ટેક્સમાં મોટી રાહત મળશે.

3. કાર અને ડ્રાઈવર માટે નવા વેલ્યુએશન નિયમો

જો તમારી કંપની તમને કાર અને ડ્રાઈવરની સુવિધા આપે છે, તો તેના ટેક્સેશનના નિયમો બદલાયા છે:

  • 1.6 લિટર સુધીનું એન્જિન: ₹5000 (કાર) + ₹3000 (ડ્રાઈવર) = કુલ ₹8000 પ્રતિ માસ ટેક્સેબલ ગણાશે.

  • 1.6 લિટરથી વધુ એન્જિન: ₹7000 (કાર) + ₹3000 (ડ્રાઈવર) = કુલ ₹10,000 પ્રતિ માસ ટેક્સેબલ ગણાશે.

  • જો કર્મચારી પોતાની કાર ઓફિસ માટે વાપરે અને કંપની ખર્ચ આપે, તો એન્જિન ક્ષમતા મુજબ ₹5000 થી ₹7000 બાદ કરીને બાકીની રકમ પર ટેક્સ લાગશે.

4. ગિફ્ટ અને વાઉચર્સ પર ટેક્સ

કંપની તરફથી મળતી ગિફ્ટ હવે મોંઘી પડી શકે છે.

  • નાણાકીય વર્ષ દરમિયાન જો તમને મળતી કુલ ગિફ્ટ કે વાઉચરની કિંમત ₹15,000 થી વધી જશે, તો તે રકમ તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને તેના પર ટેક્સ લાગશે.

5. ઓફિસમાં ફ્રી ભોજન (Food Coupons)

કર્મચારીઓને ઓફિસમાં મળતું ફ્રી ભોજન કે ફૂડ કૂપન્સ (જેમ કે સોડેક્સો) માટેની મર્યાદા હવે ₹200 પ્રતિ મીલ (ભોજન) કરવામાં આવી છે. આ રકમ સુધીનું ભોજન ટેક્સ ફ્રી રહેશે. મહત્વની વાત એ છે કે આ લાભ નવી ટેક્સ સિસ્ટમમાં પણ ચાલુ રહેશે.

6. ડોમેસ્ટિક હેલ્પ (ચોકીદાર, માળી, ક્લીનર)

જો તમારી કંપની તમને ઘરકામ માટે માળી, ચોકીદાર કે ક્લીનરની સુવિધા આપે છે, તો તે હવે સંપૂર્ણ ટેક્સેબલ રહેશે. કંપની આ સેવાઓ માટે જે પણ પગાર ચૂકવશે, તે કર્મચારીની આવક ગણાશે અને તેના પર સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે.

7. કપાત માટે પુરાવા આપવા ફરજિયાત

ટેક્સમાં છૂટછાટ મેળવવા માટે હવે માત્ર જાહેરાત કરવી પૂરતી નથી, પુરાવા પણ આપવા પડશે:

  • ભાડાના પુરાવા: જો તમારું વાર્ષિક ભાડું ₹1,00,000 થી વધુ હોય, તો મકાનમાલિકનું નામ, સરનામું અને PAN નંબર આપવો ફરજિયાત છે.

  • LTA: મુસાફરી ભથ્થા માટે અસલ ટિકિટો અને ખર્ચના બિલ સબમિટ કરવા પડશે.

  • લોન: હોમ લોન કે એજ્યુકેશન લોન માટે લોન આપનાર સંસ્થાનું નામ અને PAN નંબર અનિવાર્ય છે.

નવા ટેક્સ નિયમો (Income Tax Rules 2026) થી ખાસ કરીને પગારદાર વર્ગને બાળકોના શિક્ષણ અને HRA માં મોટો ફાયદો થવાનો છે. જોકે, આ લાભો લેવા માટે તમારે 1 એપ્રિલ પહેલા તમારા રોકાણ અને ખર્ચના દસ્તાવેજો તૈયાર કરી લેવા જોઈએ.


સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: માર્કો યાન્સેનનો અદ્ભુત કેચ, બાઉન્ડ્રી પર એક હાથે ઈશાન કિશનને કર્યો આઉટ

praxpatel

જામનગર: ફૂલડોલ મહોત્સવમાં પગપાળા દ્વારકા જતી યુવતીનું ગભરામણ બાદ મોત

aminparmar

ભારત માટે ખતરાની ઘંટડી! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ આસમાને

aminparmar