Harshit Rana Injury: IPL 2026 ની શરૂઆત પહેલા ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે માઠા સમાચાર આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ગંભીર ઈજાનો શિકાર બન્યા છે.
BCCI એવોર્ડ્સમાં લાકડીના સહારે જોવા મળ્યો
તાજેતરમાં દિલ્હીમાં BCCI ના વાર્ષિક ‘નમન એવોર્ડ્સ’ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હર્ષિત રાણાને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ’નો એવોર્ડ મળ્યો છે. પરંતુ, જ્યારે તે એવોર્ડ લેવા આવ્યો ત્યારે તે કાખઘોડી (Crutches) ના સહારે ચાલતો હતો. તેની હાલત જોઈને IPL ચેરમેન અરુણ ધૂમલે પોતે નીચે આવીને તેને એવોર્ડ આપ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈજાનું કારણ અને સર્જરી
હર્ષિત રાણાને આ ઈજા કેવી રીતે થઈ?
-
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.
-
તેને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી.
-
9 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે.
નિષ્ણાતોના મતે, આવી ઈજામાંથી સાજા થતા 2 થી 3 મહિનાનો સમય લાગે છે. આથી IPL 2026 ની શરૂઆતની મેચોમાં તેનું રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
Harshit Rana’s injury is quite serious. He is not able to walk properly and is using a stick to walk. Even then, he came to the Naman Awards show today. If he had not come, it would have been completely understandable. Because of this injury, he will also not play in this year’s… pic.twitter.com/KIGdiSdHYV
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 15, 2026
KKR માટે કેમ વધી મુશ્કેલી?
હર્ષિત રાણાએ 2024 માં KKR ને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ડેથ ઓવર્સમાં ખૂબ જ ધારદાર બોલિંગ કરે છે.
-
ટીમ પાસે હાલ મુસ્તાફિઝુર રહેમાન પણ નથી.
-
મથીશા પથિરાના પણ ફિટનેસ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે.
-
જોકે ટીમે બ્લેસિંગ મુઝારાબાનીને સામેલ કર્યો છે, પણ હર્ષિત જેવો ભારતીય પેસર મળવો મુશ્કેલ છે.
હાલમાં KKR પાસે વૈભવ અરોડા અને ઉમરાન મલિક જેવા વિકલ્પો છે, પરંતુ હર્ષિતની ખોટ ટીમ પર ભારે પડી શકે છે.
