Gujarat Plus
Breaking News
gujaratplusગુજરાતતાજા સમાચાર

Dwarka: ધર્મનગરી દ્વારકામાં હોળીનો ઉત્સાહ, પવિત્ર અગ્નિની પરિક્રમા કરી ભક્તો સુખ-સમૃદ્ધિની કામના કરશે

દ્વારકાની વર્ષો જૂની પરંપરા મુજબ, સૌપ્રથમ ગોમતી ઘાટ અને હોળી ચોક ખાતે ‘સરકારી હોળી’ પ્રગટાવવામાં આવશે. દ્વારકામાં પરંપરાગત રીતે ઠેર-ઠેર હોલિકા દહન યોજાશે.

ભગવાન દ્વારકાધીશની નગરીમાં આજે હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દ્વારકામાં પરંપરાગત રીતે સાંજ પડતાની સાથે જ ઠેર-ઠેર હોલિકા દહન યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

ગોમતી ઘાટે પ્રથમ હોળી પ્રગટાવવામાં આવશે

દ્વારકાની વર્ષો જૂની પરંપરા મુજબ, સૌપ્રથમ ગોમતી ઘાટ અને હોળી ચોક ખાતે ‘સરકારી હોળી’ પ્રગટાવવામાં આવશે. આ હોળી પ્રજ્વલિત થયા બાદ જ શહેરના અન્ય વિસ્તારોમાં અગ્નિ લઈ જઈને હોલિકા દહન કરવામાં આવશે. શહેરના વિવિધ ચોકોમાં હોલિકાની વિશાળ પ્રતિમાઓ સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરવામાં આવશે.

ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

હોલિકા દહનને બુરાઈ પર અચ્છાઈના વિજય તરીકે ઉજવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પવિત્ર અગ્નિની પરિક્રમા કરી તેમાં નાળિયેર, ઘઉં અને અન્ય સામગ્રી અર્પણ કરશે. એવી માન્યતા છે કે હોળીના દર્શન અને પરિક્રમાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ હોળીની અગ્નિમાંથી ઉત્પન્ન થતી ઊર્જા પર્યાવરણને શુદ્ધ કરે છે, જે ઋતુ પરિવર્તન સમયે થતા રોગો સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન જંગ વચ્ચે ભારતીય કેપ્ટનનો ‘માસ્ટરસ્ટ્રોક’: હોર્મુઝ સ્ટ્રેટમાં દુશ્મનોને ચકમો આપી ક્રૂડ ઓઈલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચ્યું

praxpatel

ગુજરાત ATSએ 200 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈરાનીઓની પોરબંદરના દરિયેથી કરી અટકાયત

ANIL PATEL

‘હવે ખાવા અને રહેવાના પણ પૈસા નથી, મદદ કરો’:યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં, 3000 લોકોની મદદની પોકાર

aminparmar