Gujarat Plus
Breaking News
worldતાજા સમાચાર

ટ્રમ્પે ફરી ટેન્શન વધાર્યું! રાષ્ટ્રીય સુરક્ષાના નામે નવા ટેરિફ જાહેર કરી શકે છે અમેરિકા, ભારત પર પણ અસર: રિપોર્ટમાં દાવો

ભારત પર શું થશે અસર?

જો અમેરિકા નવા “રાષ્ટ્રીય સુરક્ષા” (National Security) ટેરિફ લાગુ કરે છે, તો તેની સીધી અસર ભારત જેવા દેશો પર પડી શકે છે. ખાસ કરીને મેટલ, કેમિકલ અને ઔદ્યોગિક પાર્ટ્સની નિકાસ પર અસર થશે, કારણ કે આ વસ્તુઓ વૈશ્વિક સપ્લાય ચેઈનનો મહત્વનો હિસ્સો છે

Donald Trump Tariff War : અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના તાજેતરના ચુકાદા બાદ, ટ્રમ્પ વહીવટીતંત્ર હવે કેટલાક નવા ઉત્પાદનો પર ભારે આયાત શુલ્ક (Tariff) લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા ટેરિફમાં મોટી બેટરીઓ, કાસ્ટ આયર્ન, પ્લાસ્ટિક પાઇપ, ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ, પાવર ગ્રીડ અને ટેલિકોમ સાધનો જેવા ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે.

સેક્શન 232 હેઠળ લેવાશે નિર્ણય

‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, આ ટેરિફ 1962ના ટ્રેડ લો ના એક વિશેષ પ્રાવધાન સેક્શન 232 હેઠળ લાદવામાં આવી શકે છે. આ કાયદો રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષાના આધારે આયાત પર શુલ્ક લાદવાની સત્તા આપે છે. આ ટેરિફ ટ્રમ્પના સૂચિત ગ્લોબલ 15 ટકા ટેરિફથી અલગ હશે. અગાઉ આ કાયદાનો ઉપયોગ સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ પર ટેરિફ લાદવા માટે થઈ ચૂક્યો છે.

વ્હાઇટ હાઉસનું નિવેદન

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાની રક્ષા પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વહીવટીતંત્ર તેને પૂર્ણ કરવા માટે તમામ કાનૂની સત્તાનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને ભવિષ્યની સ્થિતિ

તાજેતરમાં જ અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના બીજા કાર્યકાળના મોટાભાગના ટેરિફને 6-3ના બહુમતીથી રદ કર્યા હતા. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચુકાદામાં સેક્શન 232 હેઠળના ટેરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેનો અર્થ છે કે સરકાર આ માર્ગે આગળ વધી શકેછે.ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે ટ્રમ્પ સરકારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદ્યા હતા, ત્યારે ભારત સહિતના અનેક દેશોએ તેની સામે વળતા

સંબંધિત પોસ્ટ્સ

ધુરંધર 2’ એ રિલીઝ પહેલા જ પેઇડ પ્રિવ્યૂમાં રેકોર્ડ બનાવી દીધો

ANIL PATEL

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel

અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ

ANIL PATEL