Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

વલસાડમાં જળપ્રલય: વરસાદનો 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું

વલસાડમાં જળપ્રલય: વરસાદનો 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ , સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે. અહીં માત્ર 28 કલાકમાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

પૂરની ગંભીર સ્થિતિ: બચાવ કામગીરી માટે આર્મીની મદદ લેવાશે

વલસાડમાં અતિભારે વરસાદ અને ચક્રવાતી પવનના કારણે એરલિફ્ટ કરવું મુશ્કેલ બન્યું છે. હવામાન ખરાબ હોવાથી હવે રાહત કાર્ય માટે આર્મીની મદદ લેવાનો નિર્ણય કરાયો છે.

  • આર્મીના 70 જવાનોની ટીમ વલસાડમાં તૈનાત કરવામાં આવી રહી છે.

  • હાલમાં NDRFની 3 અને SDRFની 5 ટીમો બચાવ કામગીરી કરી રહી છે.

  • નવી દિલ્હીથી NDRFની વધુ 2 ટીમો તાત્કાલિક બોલાવવામાં આવી છે.

  • અત્યાર સુધીમાં 2,900થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

24 જુલાઈએ વલસાડ જિલ્લાની સ્કૂલ-કોલેજોમાં રજા

ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે.

  • જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે.

  • આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો, કોલેજો અને ITI બંધ રહેશે.

  • બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવાયું છે.

1000729925.png

મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા: નીચાણવાળા ગામો એલર્ટ

ઉપરવાસમાં ભારે આવકના કારણે કપરાડા સ્થિત મધુબન (દમણગંગા) ડેમની જળસપાટી 75.90 મીટરે પહોંચી છે.

  • ડેમમાં 2.20 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે.

  • પરિસ્થિતિને જોતાં ડેમના 10 દરવાજા 3.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

  • વાપી, કપરાડા અને ઉમરગામના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે.

 

474 માર્ગો અને પુલો બંધ, 200થી વધુ ST બસ ટ્રિપ રદ

અવિરત વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને પુલો પરથી પાણી વહી રહ્યા છે.

  • પંચાયત અને સ્ટેટ હસ્તકના કુલ 474 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • મુસાફરોની સલામતી માટે ગુજરાત ST નિગમ દ્વારા 200થી વધુ બસ ટ્રિપ રદ કરાઈ છે.

  • બંધ રસ્તાઓ પર બેરિકેડ્સ મુકીને લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે.

વહીવટી તંત્ર હરકતમાં: 10 અધિકારીઓની નિમણૂક અને CMની સમીક્ષા

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 10 વરિષ્ઠ અધિકારીઓને વલસાડ મોકલ્યા છે.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

  • કલેક્ટરો પાસેથી વિગતો મેળવીને રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવા આદેશ આપ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

Assembly Elections Exit Poll 2026: પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા

praxpatel

કે. અન્નામલાઈએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, નવી પાર્ટી બનાવવાની અટકળો વચ્ચે અમિત શાહને મળ્યા

praxpatel

PM મોદીનું વાવ-થરાદમાં સંબોધન: ‘કોંગ્રેસે ગુજરાત સાથે દ્વેષ રાખ્યો, અમે વિકાસની ગંગા વહાવી’

praxpatel