Gujarat Plus
એન્ટરટેનમેન્ટ

ઉસ્તાદ અમજદ અલી ખાનનો સામાન ફ્લાઇટમાંથી ગાયબ: વાધ્યયંત્રો ભરેલી છ બેગ ન મળતાં સોશિયલ મીડિયા પર બ્રિટિશ એરવેઝ પાસે માંગી તાત્કાલિક મદદ

ઉસ્તાદ અમજદ અલી ખાનનો સામાન ફ્લાઇટમાંથી ગાયબ: વાધ્યયંત્રો ભરેલી છ બેગ ન મળતાં સોશિયલ મીડિયા પર બ્રિટિશ એરવેઝ પાસે માંગી તાત્કાલિક મદદ

ભારતના વિશ્વવિખ્યાત સરોદ વાદક અને પદ્મવિભૂષણ સન્માનિત ઉસ્તાદ અમજદ અલી ખાન હાલ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન એક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુસાફરી દરમિયાન એરપોર્ટ પરથી તેમના સામાનની છ બેગ ગાયબ થઈ ગઈ છે, જેમાં તેમના અત્યંત કિંમતી અને જરૂરી સંગીત વાધ્યયંત્રો રાખવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ચિંતિત બનેલા ઉસ્તાદ અમજદ અલી ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર પોસ્ટ કરીને બ્રિટિશ એરવેઝ પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.

અમજદ અલી ખાને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં બ્રિટિશ એરવેઝને ટેગ કરતાં જણાવ્યું હતું કે તેઓ હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને તેમના સંગીત વાધ્યયંત્રો તેમના આગામી જાહેર કાર્યક્રમો અને પ્રદર્શન માટે અત્યંત આવશ્યક છે. તેમણે લખ્યું કે તેમનો સામાન મોડો પહોંચવાનો હતો, પરંતુ હજુ સુધી વાધ્યયંત્રો ધરાવતી આ છ બેગ તેમને મળી નથી, જેની તાત્કાલિક ડિલિવરી થવી ખૂબ જ જરૂરી છે.

સંગીતકાર અમજદ અલી ખાને એરલાઇનને આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવાની વિનંતી કરતાં વધુમાં ઉમેર્યું હતું કે તેમના આગામી કોન્સર્ટ અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ સંપૂર્ણપણે આ વાધ્યયંત્રો પર નિર્ભર છે. તેમણે બ્રિટિશ એરવેઝને અપીલ કરી છે કે વહેલી તકે તેમના સામાનની ભાળ મેળવીને તેમના સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમના કાર્યક્રમોમાં કોઈ વિઘ્ન ન આવે.

ઉલ્લેખનીય છે કે ઉસ્તાદ અમજદ અલી ખાન ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંગીતકારોમાંના એક છે, જેમણે દાયકાઓ સુધી ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. સેનિયા બંગશ ઘરાનાની છઠ્ઠી પેઢીના આ મહાન કલાકારે કાર્નેગી હોલ, રોયલ આલ્બર્ટ હોલ અને સિડની ઓપેરા હાઉસ જેવા વિશ્વના સર્વોચ્ચ મંચ પર સરોદ વાદનની પ્રસ્તુતિ આપી છે. તેમણે કિરણ રંજની, હરિપ્રિયા કાનડા, શિવાંજલિ અને બાપુકૌંસ જેવા અનેક મૌલિક રાગોની રચના કરી છે, અને ‘બાપુકૌંસ’ રાગની રચના બદલ તેમને વર્ષ ૧૯૯૫માં ગાંધી-યુનેસ્કો પદકથી પણ નવાજવામાં આવ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

ક્રિકેટરની બહેનનો શોકિંગ ખુલાસો: દારૂના નશામાં બોયફ્રેન્ડ સાથે કર્યું બ્રેકઅપ, મિત્ર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન

praxpatel

AI હવે બનાવશે દવા? Anthropic એ શરૂ કરી બાયોલોજી ‘વેટ લેબ’, મેડિકલ રિસર્ચમાં એન્ટ્રી

praxpatel

કૂતરા માટે નેની, ગોગલ્સ અને મેકઅપ: બોલિવૂડ સ્ટાર્સના અજીબોગરીબ શોખ અને વૈભવી લાઈફસ્ટાઈલ પર ‘CID’ ફેમ દયાનંદ શેટ્ટીનો ખુલાસો

praxpatel