Gujarat Plus
રાષ્ટ્રીય

Nagercoil Crime: રેલવે સ્ટેશને ઊભી ટ્રેનમાં 50 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા, આરોપી ઝડપાયો

tamilnadu

tamilnadu : રેલવે સ્ટેશને ઊભી ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા: લાશ સીટ નીચે સંતાડી, 4 દિવસે ઘટનાનો ભાંડો ફૂટ્યો
નાગરકોઈલ (તમિલનાડુ): તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના નાગરકોઈલ રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેનના ખાલી કોચમાં આશરે 50 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં રેલવે પોલીસે 31 વર્ષીય આરોપી અય્યપ્પનની ધરપકડ કરી છે. 14 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાની જાણ ચાર દિવસ બાદ એટલે કે 18 નવેમ્બરે મૃતદેહ મળ્યા ત્યારે થઈ હતી.

ટ્રેનના કોચમાં સીટ નીચેથી મળ્યો મૃતદેહ
ગત 18 નવેમ્બરના રોજ સવારે આશરે 8 વાગ્યે નાગરકોઈલ રેલવે સ્ટેશનના 13મા યાર્ડમાં ઊભેલી ટ્રેન નંબર 16366ના પાછળના કોચમાં સીટની નીચેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ઘણા દિવસ જૂનો હોવાથી સડવા લાગ્યો હતો. શરૂઆતમાં નાગરકોઈલ ઈસ્ટના ગ્રામ વહીવટી અધિકારી (VAO)ની ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાની પુષ્ટિ થતા પોલીસે આ મામલાને હત્યાના કેસમાં પરિવર્તિત કર્યો હતો.

CCTV ફૂટેજથી આરોપીની ઓળખ અને ધરપકડ
હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા માટે ઈન્સ્પેક્ટર કેથરીન સુજાતાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવી રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. 14 નવેમ્બરના ફૂટેજમાં સફેદ ધોતી અને સફેદ શર્ટ પહેરેલો એક શખ્સ પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર ઊભેલી ટ્રેનના કોચમાંથી ઉતરતો નજરે પડ્યો હતો. તપાસમાં આ શખ્સની ઓળખ 31 વર્ષીય અય્યપ્પન તરીકે થઈ હતી, જે જ્હોનસનનો પુત્ર છે અને સેમ્બગરામનપુથૂરનો રહેવાસી છે.

મધ્યરાત્રિએ પ્લેટફોર્મ નંબર 5 પર બની હતી ઘટના
પોલીસ તપાસ મુજબ, 14 નવેમ્બરની રાત્રે આશરે 12:30 વાગ્યે આરોપી અય્યપ્પને પ્લેટફોર્મ નંબર 5 પર એક મહિલાને ફરતી જોઈ હતી. આરોપ છે કે તેણે મહિલાને બળજબરીપૂર્વક ટ્રેનના ખાલી કોચમાં ખેંચી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ નિર્દયતાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મોત થયા બાદ મૃતદેહને છુપાવી દેવાયો હતો. હાલ રેલવે પોલીસે પુરાવા અને CCTV ફૂટેજના આધારે આરોપી અય્યપ્પનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ્સ

કાળજું કંપાવી દેતી ઘટના: પુત્રએ માતાને જીવતી સળગાવી, પકડાયા બાદ પોલીસ સામે બક્યો- ‘હું ભગવાન છું’

praxpatel

૧૦૦ કરોડના પ્રાઇવેટ સ્કૂલ કૌભાંડમાં તમિલનાડુના પૂર્વ શિક્ષણ મંત્રી અંબિલ મહેશની ધરપકડ: જામીન અરજી ફગાવી

praxpatel

TMC માં ભંગાણ વચ્ચે મમતા બેનર્જીનો મોટો સંદેશ: ‘INDIA ગઠબંધન ઈચ્છે તો મારો ઉપયોગ કરી શકે છે’

praxpatel