Gujarat Plus
એન્ટરટેનમેન્ટ

તમિલનાડુના CM વિજયના નહીં થાય છૂટાછેડા! પત્નીએ અચાનક પાછી ખેંચી અરજી

તમિલનાડુના CM વિજયના નહીં થાય છૂટાછેડા! પત્નીએ અચાનક પાછી ખેંચી અરજી

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલપતિ વિજય) અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી બંનેના અલગ થવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી પોતાની ડિવોર્સની અરજી પાછી ખેંચી લીધી છે. આ સાથે જ અદાલતે આ કેસનો પૂર્ણપણે નિકાલ કરી દીધો છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂઆત

૭ ઓગસ્ટના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન સંગીતાએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જજ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેઓ હવે આ કેસને આગળ વધારવા માગતા નથી. અદાલતે તેમની રજૂઆત સાંભળ્યા બાદ અરજીને ‘પાછી ખેંચાયેલી’ (Withdrawn) ગણીને કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

ફેબ્રુઆરી ૨૦૨૬માં દાખલ કરાઈ હતી અરજી

આ કાનૂની વિવાદની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૨૬માં થઈ હતી, જ્યારે સંગીતાએ સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ ચેંગલપટ્ટુ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તે સમયે તેમણે વિજય પર અફેર અને માનસિક ત્રાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.

૧૯૯૮માં થયા હતા લગ્ન

વિજય અને સંગીતાના લગ્ન ૧૯૯૮માં યુકે (UK) માં રજિસ્ટર થયા હતા, જે બાદ ૧૯૯૯માં ચેન્નઈ ખાતે પરંપરાગત રીતિ-રિવાજો સાથે લગ્ન સંપન્ન થયા હતા. તેમને બે બાળકો—પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્યા સાશા છે. પત્ની દ્વારા અરજી પાછી ખેંચાતાં હવે તેમના અંગત જીવન અને રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો છે.


સંબંધિત પોસ્ટ્સ

હવે અજય દેવગન કરશે ‘ક્રાઈમ પેટ્રોલ’ હોસ્ટ! જાણો કેમ માત્ર 15 એપિસોડ જ શૂટ કર્યા છે?

praxpatel

મુસ્લિમ એક્ટરે હિન્દુ એક્ટ્રેસને ‘બીફ’ ખાવા કર્યું દબાણ! વીડિયો વાયરલ થતા લોકોનો ફૂટ્યો ગુસ્સો

praxpatel

સલમાન ખાન પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, ‘કાળા હિરણ: બેટલ ફોર લેગસી’ની રિલીઝ રોકવાની માંગ; પ્રોડ્યુસરે કહ્યું- ફિલ્મ હજુ તૈયાર જ નથી

praxpatel