Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

સુરતના વરાછામાં ધોળા દિવસે SBI બેંકમાં લૂંટ: 4 હથિયારધારીઓએ 50 લાખની લૂંટ કરી મચાવી સનસનાટી

🚨 મોટા સમાચાર: સુરતના વરાછામાં SBI બેંકમાં ધોળા દિવસે લૂંટ! 🚨 સુરતના વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના બની છે. 4 હથિયારધારી લૂંટારુઓએ બંદૂકની અણીએ SBI બેંકમાંથી આશરે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે. #Surat News #Varachha #SBIBank #Robbery #GujaratNews #CrimeNews #SashaktSurat

સુરતના વરાછા વિસ્તારમાં આજે સોમવારે એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. 4 હથિયારધારી લૂંટારુઓએ ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખાને નિશાન બનાવી હતી. લૂંટારુઓ બંદૂકની અણીએ આશરે 50 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા છે. સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.

ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો

મળતી માહિતી મુજબ, બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો બેંકમાં ઘૂસ્યા હતા. તેમણે હાથમાં બંદૂકો બતાવી બેંકના કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. લૂંટારુઓએ કર્મચારીઓને ધાક-ધમકી આપીને સ્ટ્રોંગ રૂમમાંથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન (Cordon) કરી લીધો છે. બેંકના CCTV ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરવામાં આવી છે જેથી લૂંટારુઓને ઝડપી શકાય. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બેન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મુખ્ય મુદ્દાઓ:

  • સ્થળ: SBI બેંક, વરાછા, સુરત.

  • સમય: સોમવાર બપોરે.

  • લૂંટની રકમ: અંદાજે 50 લાખ રૂપિયા.

  • લૂંટારુઓની સંખ્યા: 4 શખ્સો (હથિયારધારી).

સંબંધિત પોસ્ટ્સ

જામનગર: સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન પાલિકા કચેરી બહાર કોંગ્રેસનો હોબાળો, પ્રિ-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

praxpatel

આખરે વિવાદનો અંત: દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી, પ્રભાતભાઈ વાઘેલા બન્યા નવા પ્રમુખ!

praxpatel

‘જો ૧૯૪૭માં સંઘ મજબૂત હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’, Gen-Z પર RSS નેતા સુનિલ આંબેકરનું મોટું નિવેદન

praxpatel