Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી અથવા અન્ય મશીનરીના કારણે જમીનમાં રહેલી પાણીની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી.

ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે. એક તરફછેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લખો લીટર પીવાનું પાણી રોડ પર વહી જાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે AMC તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં મોટો આદેશ: ખાદ્ય પદાર્થોના પેકિંગ પર નામ, ઘટક અને પોષક તત્ત્વોનું લેબલ ફરજિયાત

praxpatel

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali

મોંઘવારી અને ગેસની અછત સામે મહિલા કોંગ્રેસ લાલઘૂમ: અમદાવાદમાં સ્મૃતિ ઈરાનીના જૂના વિરોધને યાદ કરી ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel