Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

આકાશી વીજળી અને આપત્તિથી બચવા શું ધ્યાન રાખવું? જાણો નિષ્ણાતોની મહત્વની સલાહ

આકાશી વીજળી અને આપત્તિથી બચવા શું ધ્યાન રાખવું? જાણો નિષ્ણાતોની મહત્વની સલાહ

ચોમાસામાં ભારે વરસાદની સાથે આકાશી વીજળી પડવાનું જોખમ વધી જાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નાગરિકો અને ખેડૂતોની સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નાગરિકો સમયસર સાવચેતી રાખે તો મોટી દુર્ઘટનામાંથી બચી શકાય છે.

આ 2 મોબાઈલ એપ ચોક્કસ ડાઉનલોડ કરો

  1. દામિની એપ (Damini App): આ એપ વીજળી પડવાની પૂર્વચેતવણી આપે છે.

  2. સચેત એપ (SACHET App): આ એપ રિયલ-ટાઇમ લોકેશન મુજબ આપત્તિ અને હવામાનની માહિતી આપે છે.

ઘરની અંદર હોવ ત્યારે આટલી સાવધાની રાખો

  • ટીવી, ફ્રિજ અને કમ્પ્યુટર જેવા વીજ ઉપકરણોના પ્લગ બોર્ડમાંથી કાઢી નાખો.

  • તોફાન દરમિયાન નાહવાનું કે નળના પાણીનો સંપર્ક કરવાનું ટાળો.

  • વાયર વાળા લેન્ડલાઈન ફોનનો ઉપયોગ ન કરો. (મોબાઈલ વાપરી શકાય).

  • ઘરની બારી, દરવાજા અને અગાશીથી દૂર રહીને સુરક્ષિત જગ્યાએ રહો.

ઘરની બહાર હોવ ત્યારે શું કરવું?

  • ઝાડ નીચે ઊભા ન રહો: ઊંચા વૃક્ષો વીજળીને ઝડપથી આકર્ષે છે.

  • પાકા મકાનમાં આશરો લો: વીજળી ચમકે અને 30 સેકન્ડમાં ગર્જના સંભળાય તો તરત જ સુરક્ષિત જગ્યાએ જતા રહો.

  • વાહનો અને થાંભલાથી દૂર રહો: બાઇક, ટ્રેક્ટર, વીજળીના થાંભલા કે લોખંડની વાડ પાસે ઊભા ન રહો.

  • ખુલ્લા મેદાનમાં અંતર જાળવો: ખુલ્લામાં વધુ લોકો હોવ તો એકબીજાથી 100 ફૂટનું અંતર રાખો.

  • જો વીજળી નજીક પડવાની હોય: જમીન પર સૂવાના બદલે બંને પગ ભેગા રાખી, એડીઓ અડાડીને ઉભડક બેસી જાઓ અને કાન બંધ કરી દો.

પશુધનની સુરક્ષા માટે મહત્વની સૂચના

  • પશુઓને ખીલે ન બાંધો: ભારે વરસાદ કે વાવાઝોડા સમયે પશુઓને ખુલ્લા રાખો. જેથી તેઓ પોતાની જાતે જ સુરક્ષિત સ્થળે જઈ શકે.

  • પશુઓને મોટા વૃક્ષો, કાચી દીવાલો કે વીજ થાંભલા નજીક ન રાખો.

  • નાના પશુ-પક્ષીઓને સલામત અને હવા-ઉજાસવાળી જગ્યાએ રાખો.

કટોકટીમાં ઉપયોગી હેલ્પલાઈન નંબર્સ

  • એમ્બ્યુલન્સ: 108

  • ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ: 1070 / 1077

  • એનિમલ હેલ્પલાઈન: 1962

સંબંધિત પોસ્ટ્સ

ભારત માટે ખતરાની ઘંટડી! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ આસમાને

aminparmar

અમદાવાદ: માધવપુરામાંથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો, સિદ્ધપુરના ખેતરોમાં છુપાયો હતો

praxpatel

તિબેટમાં વિનાશક પૂર વચ્ચે શું છુપાવી રહ્યું છે ડ્રેગન? સોશિયલ મીડિયા પરથી તબાહીના વીડિયો હટાવાતાં ચીનની નીતિ પર ઉઠ્યા સવાલો

praxpatel