Gujarat Plus
ક્રાઇમ

ચિકન ઓછું હોવા પર હોબાળો: શખ્સે રેસ્ટોરન્ટમાં કરી તોડફોડ અને મહિલા કર્મચારીને ઘસીટી

કેરળમાં ચિકન ફ્રાઈડ રાઈસમાં ચિકન ઓછું હોવાને કારણે એક શખ્સે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને મહિલા કર્મચારીને માર માર્યો. જાણો શું છે આખો મામલો.

કેરળના અલાપ્પુઝા જિલ્લાના હરિપદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્રાઇડ રાઇસમાં ચિકન ન હોવાની ફરિયાદ કર્યા બાદ એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો અને સ્ટાફ પર પણ હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ હરિપદના “ચિકન શિકાગો” રેસ્ટોરન્ટમાં આ ઘટના બની હતી. આરોપી એક પિકઅપ વાનમાં રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો અને ચિકન ફ્રાઇડ રાઇસનો ઓર્ડર આપ્યો હતો.

શું છે આખી ઘટના?

આ ઘટના હરિપાડ વિસ્તારની ચિકન શિકાગો’ રેસ્ટોરન્ટમાં બની હતી. એક શખ્સ પિકઅપ વાન લઈને રેસ્ટોરન્ટ આવ્યો હતો. તેણે ચિકન ફ્રાઈડ રાઈસ ઓર્ડર કર્યા હતા. જમવાનું આવ્યા પછી, તેણે બૂમાબૂમ શરૂ કરી કે રાઈસમાં ચિકન ઓછું છે.

  • નુકસાન: આશરે ₹35,000.

સમજાવવા છતાં ન માન્યો

રેસ્ટોરન્ટ મેનેજરે વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મેનેજરે શખ્સને વધારાનું ચિકનઆપવાની પણ તૈયારી બતાવી હતી. પરંતુ તે શખ્સ એટલો ગુસ્સામાં હતો કે તેણે જમવાની પ્લેટ ટેબલ પરથી ફેંકી દીધી હતી.

મહિલા સ્ટાફ સાથે ગેરવર્તણૂક

ગુસ્સે ભરાયેલો શખ્સ એટલેથી ન અટક્યો. તે કેશ કાઉન્ટર પર ગયો અને ત્યાં કામ કરતી મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યું. તેણે મહિલાનો કોલર પકડ્યો અને તેને ખેંચીને રેસ્ટોરન્ટની બહાર લઈ ગયો. આ દરમિયાન તેણે કાઉન્ટર પર રાખેલું કમ્પ્યુટર પણ તોડી નાખ્યું હતું.

પોલીસ કાર્યવાહી

મહિલા કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યા મુજબ આ તોડફોડમાં તેમને મોટું આર્થિક નુકસાન થયું છે.

સંબંધિત પોસ્ટ્સ

પત્નીએ ઘરમાં જ બનાવી કબર, બેભાન પતિને જીવતો દાટી દેવાની હતી તૈયારી; કડિયાઓને શંકા જતાં પહોંચી પોલીસ

praxpatel

પત્નીને પાછી મેળવવા નરબલિ! જમવાના બહાને બોલાવી મિત્રનું માથું ધડથી અલગ કર્યું, ઓડિશાની હચમચાવતી ઘટના

praxpatel

પત્ની સાથે આડા સંબંધના શંકામાં પાડોશીએ 54 વર્ષીય પ્રૌઢની ચાકુ મારી કરી હત્યા

praxpatel