Gujarat Plus
ગુજરાતતાજા સમાચારરાજનીતિ

દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની અટકાયત, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો

ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી, ખંભાળિયા પોલીસ, દ્વારકા સમાચાર, Isudan Gadhvi, AAP Gujarat, Khambhalia News, Gujarat Politics.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે રાજકીય માહોલ ગરમાયો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને અંદાજે 50 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પોતાના કાર્યકર પર થયેલી કથિત ખોટી ફરિયાદ મામલે રજૂઆત કરવા ગયેલા નેતાઓની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદની શરૂઆત AAP ના એક કાર્યકર દીપક કુમાર સિંગ પર નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. ગઢવી નો આરોપ છે કે પોલીસે આ કાર્યકર પર ખોટી રીતે લૂંટની કલમ લગાવી છે. આ બાબતે રજૂઆત કરવા માટે ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસ અને ઈસુદાન ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી

જ્યારે ગઢવી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે ખંભાળિયાના પીઆઈ (PI) સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો બિચક્યો કે પોલીસે ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોને 2 કલાક સુધી અટકાયતમાં રાખ્યા હતા.

વીડિયો ઉતારવા બાબતે થયો વિવાદ

પોલીસ સ્ટેશનની અંદર AAP કાર્યકરો મોબાઈલથી વીડિયો ઉતારી રહ્યા હતા. પોલીસે વીડિયો ઉતારવાની મનાઈ કરતા ઘર્ષણ વધ્યું હતું. પરિસ્થિતિ વણસતા DYSP, LCB અને SOG સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

AAP એ સરકાર પર કર્યા પ્રહાર

આ ઘટના બાદ આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર સરકારની ઝાટકણી કાઢી છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં જનતાના પ્રશ્નો ઉઠાવનારા નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ઉજવી લગ્નની 19મી વર્ષગાંઠ, પુત્રી આરાધ્યા સાથે શેર કરી ક્યૂટ ફેમિલી ફોટો

praxpatel

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬: ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં કમાલ કરી, દેશ માટે જીત્યો બ્રોન્ઝ મેડલ

praxpatel

અમદાવાદમાં ભૂમાફિયા ઓની નવી ચાલ: નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું

praxpatel