Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: 29-30 માર્ચે આ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’, ખેડૂતો સાવધાન!

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: 29-30 માર્ચે આ જિલ્લાઓમાં 'યલો એલર્ટ', ખેડૂતો સાવધાન!

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે.

કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘યલો એલર્ટ’ હેઠળ નીચેના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે:

  • કચ્છ

  • બનાસકાંઠા અને સાબરકાંઠા

  • અરવલ્લી

  • દાહોદ અને મહીસાગર

પવનની ગતિ અને સિસ્ટમની અસર

રાજ્યમાં હાલમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માહોલ સર્જાશે. આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

ખેડૂતો અને માછીમારો માટે સૂચના

  • ખેડૂતો: તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલ અનાજને ઢાંકી દેવા સલાહ છે.

  • માછીમારો: દરિયામાં હલચલ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

તાપમાનની સ્થિતિ

જોકે, વરસાદની આગાહી છતાં આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નહીં થાય. હાલ અમદાવાદમાં 37 ડિગ્રી અને અમરેલીમાં સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સંબંધિત પોસ્ટ્સ

Godhraમાં ચોરોનો આતંક: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની Mahindra Scorpio ઘરઆંગણેથી ચોરી

Maheriya Nirali

ધમકીઓની પરવા કર્યા વગર મોનાલિસા સાતમા આસમાને: પતિ ફરમાનની ગોદમાં જોવા મળી નવી નવેલી દુલ્હન

praxpatel

‘તેલ અવીવના લાડકાને કાબૂમાં રાખો’, ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી; જાણો શું છે શાંતિ વાર્તાની સ્થિતિ

praxpatel