Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

કોળી સમાજના CM મુદ્દે પરષોત્તમ સોલંકીએ કહ્યું- ‘આપ જાણો છો શું મળવું જોઈએ’; પિન્ટુ કોળીના પાટીદાર નેતાઓ પર આકરા પ્રહાર

Gujarat

Gujarat : દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના એક ધાર્મિક પ્રસંગમાં ‘ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ’ તેવું નિવેદન આપ્યા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ નિવેદન બાદ પાટીદાર સમાજના બે આગેવાનો મેદાનમાં ઉતરતા હવે આ મામલે રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી અને કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીની પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેનાથી રાજકીય માહોલ વધુ તેજ બન્યો છે.

રાજકારણમાં કોળી સમાજને મહત્ત્વનું સ્થાન અને વધુ બેઠકો મળવી જોઈએ: પરષોત્તમ સોલંકી

કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ અંગે રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીએ પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી પદ અંગે સીધું કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ તેમણે સમાજના રાજકીય પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો હતો. પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, “આપ સમજો છો કે શું મળવું જોઈએ. રાજકારણમાં કોળી સમાજને મહત્ત્વનું સ્થાન મળવું જોઈએ.” આ ઉપરાંત તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે હાલમાં સમાજ પાસે જેટલી બેઠકો છે તેના કરતાં પણ વધારે બેઠકો મળવી જોઈએ.

પિન્ટુ કોળીએ પાટીદાર નેતાઓ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા પર કર્યા પ્રહારો

બીજી તરફ, પબુભા માણેકના નિવેદન પર પાટીદાર આગેવાનોની પ્રતિક્રિયા બાદ કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીએ એક વીડિયો જાહેર કરીને પાટીદાર નેતાઓ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પાટીદાર સમાજ સામે કોઈ વાંધો નથી, પરંતુ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા જેવા નેતાઓ કોળી સમાજના મુખ્યમંત્રીની વાતથી અકળાયા છે. પિન્ટુ કોળીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોળી-ઠાકોર સમાજ દોઢ કરોડ કરતાં વધુ મતદારોની તાકાત ધરાવે છે અને તેમનો ઉપયોગ માત્ર વોટબેંક પૂરતો જ ન થવો જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

ઈડરની હસનપુરા શાળામાં મોટી બેદરકારી: મધ્યાહન ભોજનમાંથી મૃત ગરોળી નીકળી, 37 બાળકોને ફૂડ પોઈઝનિંગ

praxpatel

ખેડૂતોની જમીન પચાવી પાડવાના કરોડોના કૌભાંડની તપાસ માટે SIT ની રચના: કથિત ‘મોટિવેશનલ સ્પીકર’ અલ્પેશ દોંગાના મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી

praxpatel

કોણ છે સુજાતા કાર્તિકેયન? BJD માં જોડાતા જ ઓડિશાના રાજકારણમાં ગરમાવો, શું બનશે નવીન પટનાયકના ઉત્તરાધિકારી?

praxpatel