Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતની ફરસાણ ફેક્ટરીઓએ પેકેજ્ડ ગાંઠિયા-ચેવડા પર મારવું પડશે ‘લાલ લેબલ’, FSSAI નિયમોથી ખળભળાટ

ગુજરાતની ફરસાણ ફેક્ટરીઓએ પેકેજ્ડ ગાંઠિયા-ચેવડા પર મારવું પડશે 'લાલ લેબલ': સુપ્રીમ કોર્ટ અને FSSAIના વલણથી ખળભળાટ

FSSAI : સુપ્રીમ કોર્ટના તાજેતરના કડક વલણ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના પ્રસ્તાવિત નિયમોના કારણે ગુજરાતના અંદાજે ₹15,000 કરોડના પેકેજ્ડ ફૂડ અને નમકીન ઉદ્યોગ માં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેંચે પેકેજ્ડ ફૂડ પર લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી લેબલ અંગે FSSAI સમક્ષ કડક વલણ અપનાવ્યું છે.

નવા નિયમો લાગુ થતાં જ પેકેજ્ડ ગાંઠિયા, સેવ, ચવાણું અને વેફર્સ જેવા પરંપરાગત ગુજરાતી ફરસાણના પેકેટના આગળના ભાગે લાલ રંગની સ્પષ્ટ હેલ્થ વોર્નિંગ લગાવવી ફરજિયાત બની શકે છે.

ગુજરાતના વિશાળ નમકીન ઉદ્યોગ પર મોટી અસર : FSSAI

રાજ્યમાં નમકીન અને ફરસાણનું ઉત્પાદન અસંગઠિતથી લઈને અદ્યતન ફેક્ટરી સ્તરે મોટા પાયે થાય છે. ફૂડ સેફ્ટી વિભાગ અને સ્વીટ-ફરસાણ એસોસિએશનના આંકડા મુજબ આ ક્ષેત્રનો વ્યાપ નીચે મુજબ છે:

  • નાની-મોટી દુકાનો: રાજ્યભરમાં 50,000 થી વધુ ફરસાણની દુકાનો અને સ્વીટ માર્ટ કાર્યરત છે.

  • ઓટોમેટેડ ફેક્ટરીઓ: રાજકોટ, ભાવનગર, નડિયાદ અને સુરત જેવા મુખ્ય ઔદ્યોગિક ક્લસ્ટર્સમાં 5,000 થી વધુ મધ્યમ અને મોટી ફેક્ટરીઓ પેકેજ્ડ નમકીનનું ઉત્પાદન કરે છે.

  • ગૃહ ઉદ્યોગ: આ ઉદ્યોગનો સૌથી મોટો આધાર સ્તંભ અસંગઠિત ક્ષેત્ર છે, જેમાં શહેરો અને ગામડાઓમાં ઘરબેઠા ચાલતા આશરે 1.5 લાખથી વધુ લઘુ અને ગૃહ ઉદ્યોગો સંકળાયેલા છે.

વેપારીઓની ધર્મસંકટ: સ્વાદ સાચવવો કે વેચાણ?

FSSAI ના પ્રસ્તાવ મુજબ જો કોઈ પ્રોડક્ટમાં મીઠું (Salt), ખાંડ (Sugar) કે ચરબી (Fat) નિર્ધારિત મર્યાદા કરતા વધારે હશે, તો પેકેટના આગળના ભાગે ‘High Salt’ અથવા ‘High Fat’ નું લાલ ચેતવણી લેબલ લગાવવું પડશે. આ નિયમને પગલે સ્થાનિક ઉત્પાદકો સામે મોટી કટોકટી સર્જાઈ છે:

  • સ્વાદ ગાયબ થવાનો ડર: જો નિયમો મુજબ તેલ કે મીઠાનું પ્રમાણ ઘટાડવામાં આવે, તો ગુજરાતીઓનો જાણીતો ચટાકેદાર અને પરંપરાગત સ્વાદ જળવાશે નહીં.

  • ગ્રાહકો અચકાશે: જો સ્વાદ યથાવત રાખીને પેકેટ પર લાલ ષટ્કોણ લેબલ લગાડવામાં આવે, તો હેલ્થ કોન્શિયસ ગ્રાહકો આવા પેકેટ્સ ખરીદવાનું ટાળશે, જેના કારણે વેચાણમાં મોટો ઘટાડો થઈ શકે છે.

  • કેમિકલના ઉપયોગ પર કોર્ટની ટકોર: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સ્વાદ જાળવી રાખવાના બહાને કંપનીઓ પ્રોડક્ટમાં નુકસાનકારક કેમિકલ્સ, કૃત્રિમ તત્વો કે સિન્થેટિક પ્રિઝર્વેટિવ્સ ઉમેરી શકશે નહીં, જેના પર ફૂડ વિભાગે બાજ નજર રાખવી પડશે.

સંબંધિત પોસ્ટ્સ

સોનમ વાંગચુકની બિગડતી સેહત જોઈ ભાવુક થયું બોલિવૂડ, અભય દેઓલનું તૂટ્યું દિલ, જીનત અમાન-નસીરુદ્દીન શાહે ઉઠાવી અવાજ

praxpatel

અમદાવાદ: પતિની વિકૃત માંગણીઓથી કંટાળી પરિણીતાનો રિવરફ્રન્ટ પર આત્મહત્યાનો પ્રયાસ, 181 અભયમે ઉગારી

praxpatel

સિમ કાર્ડના નિયમમાં મોટો ફેરફાર: નિર્ધારિત મર્યાદા પૂરી થઈ હશે તો નવું SIM નહીં મળે, આ રહ્યું તેનું સોલ્યુશન

praxpatel