Gujarat Plus
તાજા સમાચારબિઝનેસ

સોનાના દાગીના માટે નવો નિયમ: દરેક ઘરેણાને મળશે ‘યુનિક આઈડી’, છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારની કડક તૈયારી

સોનાના દાગીના માટે નવો નિયમ: દરેક ઘરેણાને મળશે 'યુનિક આઈડી',

સોનાની શુદ્ધતામાં થતી ભેળસેળ અને હોલમાર્કિંગના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે વધુ કડક ડગલાં ભરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, હવે દરેક સોનાના દાગીના ને એક વિશિષ્ટ ઓળખ નંબર (Unique ID) આપવામાં આવશે, જેનો ઉપયોગ અન્ય કોઈ ઘરેણા માટે કરી શકાશે નહીં.

શા માટે લેવાયો આ નિર્ણય?

હાલમાં દેશના 400 જિલ્લાઓમાં HUID (Hallmark Unique ID) સિસ્ટમ કાર્યરત છે. જોકે, સરકારને એવી ફરિયાદો મળી હતી કે કેટલાક કિસ્સાઓમાં એક જ આઈડી નંબરનો ઉપયોગ અનેક દાગીનાઓ માટે કરવામાં આવતો હતો. આના કારણે ગ્રાહકોને જે શુદ્ધતાનું સોનું કહીને વેચવામાં આવતું, તપાસમાં તેટલી શુદ્ધતા નીકળતી નહોતી. આ છેતરપિંડી રોકવા માટે હવે નવી વ્યવસ્થા લાગુ થશે.

25 જિલ્લાઓમાં સફળ પરીક્ષણ

સરકારે આ નવી ટેકનિકલ વ્યવસ્થાનું પરીક્ષણ પહેલા 25 જિલ્લાઓમાં કર્યું હતું. આ સિસ્ટમ હેઠળ:

  • દરેક હોલમાર્કવાળા ઘરેણાનો ફોટો ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરાશે.

  • ઘરેણાનું ચોક્કસ વજન અને અન્ય માહિતી પણ પોર્ટલ પર નોંધવામાં આવશે.

  • આ માહિતી ઓનલાઇન હોવાથી ગ્રાહક ગમે ત્યારે તેની ખરાઈ કરી શકશે.

સોનું ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

  1. BIS લોગો: હંમેશા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નું નિશાન તપાસો.

  2. શુદ્ધતાનો કોડ: સોનાની શુદ્ધતા (જેમ કે 22K916) સ્પષ્ટ લખેલી હોવી જોઈએ.

  3. નાઈટ્રિક એસિડ ટેસ્ટ: જો સોના પર નાઈટ્રિક એસિડ લગાવતા રંગ બદલાય, તો તે નકલી હોઈ શકે છે.

  4. મેગ્નેટ ટેસ્ટ: સાચું સોનું ચુંબક સાથે ચોંટતું નથી. જો ચોંટી જાય, તો તેમાં અન્ય ધાતુની ભેળસેળ હોઈ શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

E20 ફ્યુઅલ સંપૂર્ણ સુરક્ષિત છે, ઇન્શ્યોરન્સ ક્લેમ પર નહીં પડે કોઈ અસર: સરકારે અફવાઓ પર લગાવ્યો વિરામ

praxpatel

ટ્રેનમાં એક જ ધાબળામાં સૂતા 2 અજાણ્યા લોકો, હવે ભારતીય રેલવે પર લાગ્યો ₹25,000 નો દંડ

praxpatel

Russia-Ukraine War: યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરી પર કર્યો મિસાઇલ હુમલો, મોસ્કોમાં ફ્લાઇટ્સ બંધ

praxpatel