Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાગેડુ લલિત મોદીએ મેળવી બ્રિટિશ નાગરિકતા: સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી જાહેરાત, કહ્યું- ‘આ મારા માટે એક સૌભાગ્ય છે’

ભાગેડુ લલિત મોદીએ મેળવી બ્રિટિશ નાગરિકતા: સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી જાહેરાત, કહ્યું- 'આ મારા માટે એક સૌભાગ્ય છે'

ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધિકારી, પૂર્વ આઈપીએલ (IPL) ચેરમેન અને ભારતમાંથી ભાગેડુ જાહેર થયેલા લલિત મોદીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે તેમણે યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) ની નાગરિકતા મેળવી લીધી છે. તેમણે બ્રિટિશ નાગરિક બનવા પર ગર્વ અને આભારની લાગણી વ્યક્ત કરી છે.

ઓક્સફર્ડ યુનિયનના સંબોધનમાં કરી જાહેરાત, સપ્ટેમ્બરમાં કરી હતી ઉજવણી

લલિત મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, “એક ગર્વની ક્ષણ, એક નવો અધ્યાય. ૧૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ મને ઓક્સફર્ડ યુનિયન (Oxford Union) ને સંબોધિત કરવાનું સૌભાગ્ય મળ્યું, જ્યાં મેં સૌની સમક્ષ મારા જીવનની એક અત્યંત ખાસ અને અંગત સિદ્ધિ શેર કરી. મને બ્રિટિશ નાગરિક હોવાનો ગર્વ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે ગત ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ તેમણે પોતાના પરિવાર અને મિત્રોની વચ્ચે બ્રિટિશ નાગરિકતાની ઉજવણી કરી હતી, જે સમારોહ હંમેશાં તેમના હૃદયની ખૂબ નજીક રહેશે.

‘બ્રિટિશ નાગરિક બનવું એ સૌભાગ્ય અને મોટી જવાબદારી’

પોતાની પોસ્ટમાં બ્રિટન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં લલિત મોદીએ લખ્યું કે, યુનાઇટેડ કિંગડમ છેલ્લા ઘણા વર્ષોથી તેમનું ઘર રહ્યું છે અને તેઓ અહીંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યોનું ખૂબ સન્માન કરે છે. તેમણે ઉમેર્યું કે બ્રિટિશ નાગરિક બનવું એ તેમના માટે એક સૌભાગ્ય અને મોટી જવાબદારી છે, જેને તેઓ ગર્વ અને કૃતજ્ઞતા સાથે સ્વીકારે છે. મહામહિમ કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસના અવસરે આ સમાચાર શેર કરવા બદલ તેમણે ઓક્સફર્ડ યુનિયન, પરિવાર અને મિત્રોનો આભાર માન્યો હતો.

વર્ષ ૨૦૧૦થી ભારત છોડીને લંડનમાં રહે છે લલિત મોદી

ઉલ્લેખનીય છે કે લલિત મોદી વર્ષ ૨૦૧૦માં ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા. વર્ષ ૨૦૧૦માં આઈપીએલ (IPL) સાથે સંકળાયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગના કેસોમાં તપાસ શરૂ થયા બાદ તેઓ ભારત છોડીને લંડન જતા રહ્યા હતા અને ત્યારથી ત્યાં જ વસવાટ કરી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

હોટેલમાં રોકાવાના નિયમ બદલાયા! હવે ફિઝિકલ આઇડીની ફોટોકોપી આપવાની ઝંઝટમાંથી મુક્તિ, QR કોડ અને OTP થી થશે ડિજિટલ ચેક-ઇન

praxpatel

પીએમ મોદીને મળવા પહોંચ્યા શાળાના બાળપણના મિત્ર: ભાજપ નેતાની કંપનીઓ સામે CBI તપાસની કરી માગ

praxpatel

લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લાવતા વિદ્યાર્થીઓને શાળામાં ‘નો-એન્ટ્રી’, અમદાવાદ DEOનો કડક આદેશ

praxpatel