Gujarat Plus
આંતરરાષ્ટ્રીયબિઝનેસ

AI પડ્યું કાચું! ફોર્ડ કંપનીએ 350 અનુભવી એન્જિનિયર્સને નોકરી પર પાછા બોલાવ્યા

AI પડ્યું કાચું! ફોર્ડ કંપનીએ 350 અનુભવી એન્જિનિયર્સને નોકરી પર પાછા બોલાવ્યા

અમેરિકાની જાણીતી કાર નિર્માતા કંપની ફોર્ડ (Ford) તરફથી એક મોટો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન સિસ્ટમ્સ પર વધુ પડતો ભરોસો રાખ્યો હતો. પરંતુ તેનાથી અપેક્ષિત પરિણામો ન મળતા, કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં પોતાના 350 અનુભવી અને સીનિયર એન્જિનિયર્સને નોકરી પર પાછા બોલાવ્યા છે.

ઓટોમેશન પર વધુ પડતો મદાર ભારે પડ્યો

કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે વાહનોની ડિઝાઈન અને ક્વોલિટી ચેક માટે માનવ મગજને બદલે ઓટોમેશન પર વધારે પડતો આધાર રાખ્યો હતો.

ફોર્ડ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ પુને જણાવ્યું કે, “અમે ભૂલથી એવું માની લીધું હતું કે માત્ર AI નો ઉપયોગ કરવાથી જ ઉચ્ચ ગુણવત્તાવાળી કાર બની જશે. પરંતુ AI ત્યારે જ સારું કામ કરી શકે છે જ્યારે તેને ટ્રેનિંગ આપવા માટેનો ડેટા ઉત્તમ હોય.”

‘ગ્રે બિયર્ડ’ એન્જિનિયર્સ કરશે મદદ

નવો ફોર્મ્યુલા: ફોર્ડ કંપનીએ નોકરી પર પાછા બોલાવેલા આ વરિષ્ઠ ઇજનેરોને ‘ગ્રે બિયર્ડ’ (Grey Beard) નામ આપ્યું છે.

આ અનુભવી એન્જિનિયર્સ હવે કંપનીના યુવા કર્મચારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ પોતાના વર્ષોના અનુભવનો ઉપયોગ કરીને AI ટૂલ્સને ફરીથી સારી તાલીમ આપવામાં મદદ કરી રહ્યા છે. આનાથી એઆઇ વધુ સ્માર્ટ બની રહ્યું છે.

કંપનીને થયો મોટો ફાયદો

માનવ નિષ્ણાતો પાછા આવવાથી ફોર્ડ કંપનીને મોટો ફાયદો થયો છે:

  • ખર્ચમાં ઘટાડો: પ્રોડક્શન અને ડિઝાઈનિંગમાં થતો બિનજરૂરી ખર્ચ ઘટ્યો છે.

  • ગુણવત્તામાં સુધારો: કંપનીને જેડી પાવર ઇનિશિયલ ક્વોલિટી સર્વેમાં પહેલું સ્થાન મળ્યું છે.

  • આગોતરું આયોજન: સમસ્યાઓ આવ્યા પછી તેને ઉકેલવાને બદલે, હવે ગાડી બનતી વખતે જ ખામીઓ દૂર કરવામાં આવી રહી છે.

ફોર્ડ કંપની AI છોડી રહી નથી

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ AI ટેકનોલોજીનો ત્યાગ નથી કરી રહ્યા. પરંતુ હવે તેઓ અનુભવી એન્જિનિયર્સની મદદથી AI ને વધારે સ્માર્ટ બનાવીને ઉપયોગમાં લઈ રહ્યા છે. સીનિયર એન્જિનિયર્સના ડેટાની મદદથી કંપનીએ સોફ્ટવેરમાં 1 લાખથી વધુ નવા ટેસ્ટ ઉમેર્યા છે. આના કારણે વાહનની ડિલિવરી થાય તે પહેલાં જ તેની બધી ખામીઓ પકડાઈ જાય છે.

સંબંધિત પોસ્ટ્સ

રૂપિયો 96 ને પાર: ડોલર સામે ભારતીય ચલણ પહેલી વાર ઐતિહાસિક નીચી સપાટીએ, સામાન્ય માણસનું બજેટ ખોરવાશે

praxpatel

1 ઓગસ્ટથી બદલાશે આ 5 મોટા નિયમો: LPG, બેંકથી લઈને તત્કાલ રેલ ટિકિટ સુધી થશે સીધી અસર

praxpatel

RBIના નવા નિયમ: ૬૦ દિવસથી વધુ EMI ન ભરાય તો જ બેંક મોબાઈલ કે લેપટોપ લોક કરી શકશે

praxpatel