Gujarat Plus
સ્પોર્ટ્સ

CWG 2026માં ભારતનો ‘સુપર સેંટરડે’: ૩ કલાકમાં ૩ ગોલ્ડ સહિત ૭ મેડલ જીત્યા, મેડલ ટેલીમાં મોટો ઉછાળો

CWG 2026માં ભારતનો 'સુપર સેંટરડે': ૩ કલાકમાં ૩ ગોલ્ડ સહિત ૭ મેડલ જીત્યા, મેડલ ટેલીમાં મોટો ઉછાળો

CWG : કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026) નો ૧૦મો દિવસ ભારત માટે અત્યંત યાદગાર રહ્યો છે. શનિવાર, ૧ ઓગસ્ટના રોજ ભારતીય ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. માત્ર ૩ કલાકના ટૂંકા ગાળામાં ભારતે ૩ ગોલ્ડ સહિત કુલ ૭ મેડલ જીતીને મેડલ ટેલીમાં મોટી છલાંગ લગાવી છે.

મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું ભારત

શનિવારે ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે ભારત હવે ૮ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૭ બ્રોન્ઝ સાથે કુલ ૩૦ મેડલ મેળવીને મેડલ ટેલીમાં ૬ઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

શુક્રવાર સુધી ભારત ૧૦મા સ્થાને હતું, પરંતુ શનિવારે મેડલનો વરસાદ કરીને ભારતે પોતાની સ્થિતિ ખૂબ મજબૂત બનાવી લીધી છે.

બોક્સિંગ રિંગમાં ભારતીય મુક્કાબાજોનો દબદબો

બોક્સિંગમાં ભારતીય મહિલા બોક્સરોએ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ દેશને અપાવ્યો:

  • પ્રીતિ પવાર: મહિલા ૫૪ કિગ્રા વર્ગમાં કેનેડાની સ્કાલેટ ડેલગાડોને ૫-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

  • જેસ્મિન લંબોરિયા: મહિલા ૫૭ કિગ્રા વર્ગમાં નોર્ધર્ન આયર્લેન્ડની મિકેલા વોલ્શને ૫-૦થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • જાદૂમણિ: પુરુષોના ૫૫ કિગ્રા વર્ગના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ઝાઈ ડિક્સન સામે હારતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

પેરા-એથ્લેટિક્સ અને ટ્રિપલ જમ્પમાં ઈતિહાસ રચાયો

  • શૉટ પુટ (F57): સોમન રાણાએ ૧૩.૪૦ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે શુભમ જુયાલે ૧૩.૨૮ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

  • ટ્રિપલ જમ્પ: પ્રવીણ ચિત્રવેલે ૧૬.૫૮ મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે સેલ્વા પ્રભુએ ૧૬.૫૨ મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓની યાદી:

૧. મીરાબાઈ ચાહાનૂ – મહિલા ૪૮ કિગ્રા (વેઈટલિફ્ટિંગ) ૨. શર્મિલા ધનખડ – મહિલા શૉટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ) ૩. દિલીપ મહાદૂ ગાવિત – પુરુષ ૧૦૦ મીટર T47 (પેરા એથ્લેટિક્સ) ૪. અસ્મિતા ડે – મહિલા ૪૮ કિગ્રા (જૂડો) ૫. હર્ષ સિંહ – પુરુષ ૬૦ કિગ્રા (જૂડો) ૬. પ્રીતિ પવાર – મહિલા ૫૪ કિગ્રા (બોક્સિંગ) ૭. જેસ્મિન લંબોરિયા – મહિલા ૫૭ કિગ્રા (બોક્સિંગ) ૮. સોમન રાણા – પુરુષ શૉટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ)

અન્ય રમતોના અપડેટ્સ

જૂડોમાં મહિલા ૬૩ કિગ્રા વર્ગમાં ઉન્નતિ શર્માએ ન્યૂઝીલેન્ડની કોના ક્રિસ્ટીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે હર્ષ તોકસ, ઇનુંગાંબી તખેલાબામ અને કરણજીત સિંહ માન ક્વાર્ટર ફાઇનલ હારી ગયા છે, જોકે તેમની પાસે રેપચેજ દ્વારા બ્રોન્ઝ જીતવાની તક રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

રિટાયરમેન્ટ પર ભાવુક થયા ‘કેન મામા’, વિરાટ કોહલીની જેમ લીધો ચોંકાવનારો ફેંસલો

praxpatel

ભારત માટે ખતરાની ઘંટડી! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ આસમાને

aminparmar

ભારતીય સેનાના બે જવાનોએ રચ્યો ઇતિહાસ: વર્લ્ડ રોઇંગ કપમાં પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ

praxpatel