Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારરાષ્ટ્રીય

કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે PR: PGP સ્પોન્સરશીપ બંધ, ‘સુપર વિઝા’ એકમાત્ર વિકલ્પ

કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે PR: PGP સ્પોન્સરશીપ બંધ, 'સુપર વિઝા' એકમાત્ર વિકલ્પ

કેનેડા માં વસતા ગુજરાતીઓ સહિત લાખો ભારતીયો માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર આવ્યા છે. કેનેડા સરકારે તેના લોકપ્રિય ફેમિલી સ્પોન્સરશિપ પ્રોગ્રામ પર હાલપૂરતી રોક લગાવી દીધી છે. હવેથી ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP) હેઠળ નવા અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

કેનેડા સરકારે કેમ લીધો આ મોટો નિર્ણય?

કેનેડાના ઇમિગ્રેશન વિભાગ (IRCC) ના જણાવ્યા અનુસાર, દેશમાં હાલ હાઉસિંગ કટોકટી અને જાહેર સુવિધાઓ પર ભારે દબાણ છે. આ ઉપરાંત, વર્ષ 2020થી અત્યાર સુધીની હજારો અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે.

હાલમાં 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગમાં છે. આ પેન્ડિંગ કામગીરીને ઝડપથી પૂરી કરવા માટે સરકારે નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ લેવાનું બંધ કર્યું છે.

જૂના અરજદારોને મળશે PR, વર્ષ 2026 નો ટાર્ગેટ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે લોકોએ પહેલાથી જ અરજી કરી દીધી છે, તેમની ફાઈલ પર સામાન્ય રીતે કામ ચાલુ રહેશે. કેનેડા સરકારે આગામી વર્ષો માટે PR આપવાનો એક ચોક્કસ લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે નીચે મુજબ છે:

વર્ષ PGP હેઠળ PR આપવાનો લક્ષ્યાંક
2026 15,000 લોકોને PR
2027 15,000 લોકોને PR
2028 15,000 લોકોને PR

હવે કયો વિકલ્પ બચ્યો? ‘સુપર વિઝા’ ની વિગતો

નવા નિયમો બાદ જે લોકો પોતાના માતા-પિતા કે દાદા-દાદીને કેનેડા બોલાવવા માંગે છે, તેમના માટે હવે ‘સુપર વિઝા’ (Super Visa) એકમાત્ર રસ્તો છે. આ વિઝાના મુખ્ય નિયમો નીચે મુજબ છે:

  • રોકાણની મર્યાદા: આ વિઝા હેઠળ માતા-પિતા એકસાથે સળંગ 5 વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે.

  • કુલ માન્યતા: આ સુપર વિઝાની કુલ વેલિડિટી 10 વર્ષ સુધીની હોય છે.

  • તબીબી વીમો: અરજદારે ફરજિયાતપણે માન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પડશે.

  • આવકની શરત: કેનેડામાં રહેતા સ્પોન્સરે લઘુતમ આવક (Minimum Income) ના નિયમો પૂરા કરવા પડશે.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: માર્કો યાન્સેનનો અદ્ભુત કેચ, બાઉન્ડ્રી પર એક હાથે ઈશાન કિશનને કર્યો આઉટ

praxpatel

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગમખ્વાર અકસ્માત: ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકતા ૪ ગુજરાતી યાત્રાળુઓના કરૂણ મોત, ૨ લાપતા

praxpatel

CSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર

praxpatel