Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

લવ સ્ટોરી: ત્રણ બાળકોની માતાને ૧૩ વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ, પોલીસ સ્ટેશનમાં પતિએ કહ્યું- ‘બાળકો મારી પાસે મૂકી જાઓ’

લવ સ્ટોરી: ત્રણ બાળકોની માતાને ૧૩ વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ, પોલીસ સ્ટેશનમાં પતિએ કહ્યું- 'બાળકો મારી પાસે મૂકી જાઓ'

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ પ્રેમકહાની પ્રકાશમાં આવી છે, જેની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે. અહીં ૩૮ વર્ષીય અને ત્રણ સંતાનોની માતા એવી પરિણીત મહિલાને પોતાનાથી ૧૩ વર્ષ નાના ૨૫ વર્ષીય અપરિણીત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે નિકટતા વધતાં મામલો ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં પતિ-પત્ની વચ્ચે થયેલી વાતચીત બાદ કિસ્સાએ એવો વળાંક લીધો કે હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા.

આ સમગ્ર ઘટના બુલંદશહેરના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલા પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે સુખી સંસાર જીવી રહી હતી, પરંતુ આ દરમિયાન ગામમાં જ રહેતા અને મજૂરીકામ કરતા ૨૫ વર્ષીય યુવક સાથે તેના પ્રેમસંબંધ બંધાયા હતા. અગાઉ મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગામનો આ યુવક તેની પત્નીને હેરાન કરે છે, અને ત્યારબાદ અચાનક મહિલા ઘરેથી ચાલી જતાં પતિએ પોલીસ મથકે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ હાથ ધરીને મહિલાને શોધી કાઢી હતી અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી, જ્યાં સામે આવ્યું કે મહિલા પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી. ત્યારબાદ પોલીસે મહિલાના પતિ અને પ્રેમી યુવકને પણ પોલીસ મથકે બોલાવ્યા હતા. જ્યારે પોલીસે મહિલાને પૂછ્યું કે તે કોની સાથે રહેવા માંગે છે, ત્યારે મહિલાએ સ્પષ્ટ શબ્દોમાં પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પત્નીનો જવાબ સાંભળ્યા બાદ પતિએ કોઈ પણ પ્રકારનો વિવાદ કર્યા વગર પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે જો તે તેના પ્રેમી સાથે રહેવા માંગતી હોય તો મને કોઈ વાંધો નથી, પરંતુ ત્રણેય બાળકો મારી પાસે જ રહેશે અને તે બાળકોને અહીં મૂકીને જઈ શકે છે. પતિની આ શરત બાદ મહિલા પોતાના ત્રણેય સંતાનોને પતિ પાસે મૂકીને પ્રેમી યુવક સાથે ચાલી ગઈ હતી. આ મામલે અધિક પોલીસ અધિક્ષક ગ્રામીણ અંતરિક્ષ જૈને જણાવ્યું હતું કે મહિલા અને યુવક બંને પુખ્ત વયના છે અને મહિલાએ પોતાની મરજીથી યુવક સાથે રહેવાનું નિવેદન આપ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઇના અંતિમ સંસ્કારની તારીખ જાહેર, જાણો ક્યાં દફનાવવામાં આવશે પાર્થિવ દેહ

praxpatel

ગુજરાત પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું: કુલ 25,600 પદો પર થશે સીધી ભરતી

praxpatel

ગાઝામાં શાંતિ માટેના ટ્રમ્પના પ્રયાસોને ઝટકો! નેતન્યાહૂ બોલ્યા- હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી સેના નહીં હટાવીએ

praxpatel