Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં કોંગ્રેસને મોટો ફટકો: AAPમાં જોડાયા સીટિંગ કોર્પોરેટર, સ્થાનિક ચૂંટણી પહેલા બદલાયું સમીકરણ

અમદાવાદમાં કોંગ્રેસને મોટો ફટકો: AAPમાં જોડાયા સીટિંગ કોર્પોરેટર, સ્થાનિક ચૂંટણી પહેલા બદલાયું સમીકરણ

અમદાવાદના રાજકારણમાં આજે એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સીટિંગ કોર્પોરેટર હવે ‘ઝાડુ’ સાથે જોડાયા છે.

જમનાબેન વેગડાનું ‘આપ’માં આગમન

અમદાવાદ મહાનગરપાલિકાના દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડા આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ ઘટનાએ અમદાવાદ કોંગ્રેસમાં સોપો પાડી દીધો છે.

માત્ર કોર્પોરેટર જ નહીં, 400 કાર્યકર્તાઓ પણ જોડાયા

આ પક્ષપલટો માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત નથી. જમનાબેન વેગડાની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ AAPમાં જોડાયા છે:

  • 50 અલગ-અલગ સમાજના આગેવાનો AAPમાં જોડાયા.

  • 400થી વધુ સક્રિય કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી AAPનો ખેસ ધારણ કર્યો.

  • દાણીલીમડા વિસ્તારમાં AAPનું સંગઠન હવે અનેકગણું મજબૂત બન્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર પાલિકાઓની ગ્રાન્ટ કપાશે: ફ્લાઇંગ સ્ક્વોડના રિયાલિટી ચેક બાદ રાજ્ય સરકારનો કડક આદેશ

praxpatel

સોમનાથમાં પીએમ મોદી કરશે સંબોધન, સોમનાથ મહાદેવમાં પહોચશે હજારો શ્રધ્ધાળુઓ

Maheriya Nirali

હવે ડીઝલમાં 10% આલ્કોહોલ અને LPGમાં DME ભેળવશે સરકાર

praxpatel