Gujarat Plus
તાજા સમાચારબિઝનેસ

એશિયા ફરી 1997 જેવા ભીષણ આર્થિક સંકટમાં ફસાવાની આશંકા: HSBCના મુખ્ય અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી

એશિયા ફરી 1997 જેવા ભીષણ આર્થિક સંકટમાં ફસાવાની આશંકા: HSBC ના મુખ્ય અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી

એશિયાના શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. HSBC ના ચીફ ઇકોનોમિસ્ટ ફ્રેડરિક ન્યૂમેને એશિયન બજારો માટે મોટા આર્થિક સંકટની ચેતવણી આપતાં જણાવ્યું છે કે, હાલની સ્થિતિ વર્ષ 1997ના એશિયન આર્થિક સંકટ (Asian Financial Crisis) ની યાદ અપાવે છે.

1997 અને વર્તમાન સ્થિતિ વચ્ચેની સમાનતાઓ:

  • યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો: 1993 થી 1997 વચ્ચે અમેરિકી 10-વર્ષીય ટ્રેઝરી બોન્ડ યીલ્ડ 5% થી વધીને 8% સુધી પહોંચી ગઈ હતી. તેવી જ રીતે હાલમાં પણ 2020ના 0.5% ના નીચલા સ્તરથી યીલ્ડમાં મોટો ઉછાળો આવ્યો છે.

  • જાપાની કરન્સી (યેન) નું ધોવાણ: 1995 થી 1997 વચ્ચે જાપાની યેન ડૉલર સામે 55% ગગડ્યો હતો. હાલમાં પણ જાન્યુઆરી 2021 થી જુલાઈ વચ્ચે યેન 103 થી ઘટીને 163 પર પહોંચી ગયો હતો (57% નો ઘટાડો).

હવે બેન્કિંગ નહીં, પરંતુ AI સૌથી મોટો ખતરો!

ન્યૂમેનના જણાવ્યા અનુસાર, 1990ના દાયકામાં એશિયન દેશો વિદેશી મૂડી અને નબળી બેન્કિંગ વ્યવસ્થા પર નિર્ભર હતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે; એશિયાના દેશો હવે મૂડી નિકાસકાર બન્યા છે અને તેમની પાસે વિશાળ ફોરેક્સ રિઝર્વ છે. પરંતુ હવે ખતરો બેન્કિંગ સિસ્ટમથી હટીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરની અતિ-નિર્ભરતામાં બદલાયો છે.

નિકાસ આધારિત અર્થતંત્રો પર જોખમ:

દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન અને સિંગાપુર જેવા ઉત્પાદન કેન્દ્રોનો વિકાસ યુએસ ટેક કંપનીઓ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમિકન્ડક્ટર પર થતા ખર્ચ પર આધારિત છે.

  • જો યુએસમાં વ્યાજદરો વધવાને કારણે ટેક કંપનીઓ ડેટા સેન્ટરો પરનો ખર્ચ ઘટાડે, તો એશિયાના નિકાસ આધારિત અર્થતંત્રોને સીધી અસર થશે.

  • આ સંકટ બેંકોના નાણાકીય પતન તરીકે નહીં, પરંતુ ચિપ ઉત્પાદકોની ઓર્ડર બુકમાં આવતા મોટા ઘટાડા તરીકે જોવા મળશે.

સંબંધિત પોસ્ટ્સ

PM મોદીનું દેશને સંબોધન: મહિલા અનામત બિલ પર વિપક્ષના વિરોધ બાદ પીએમએ શું કહ્યું? જાણો મોટી વાતો

praxpatel

સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે કેમ ઉજવાય છે વાસી બળેવ? 88 વર્ષ જૂની આ કરુણ ઘટના જાણી હચમચી જશો

praxpatel

‘હવે ખાવા અને રહેવાના પણ પૈસા નથી, મદદ કરો’:યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં, 3000 લોકોની મદદની પોકાર

aminparmar