Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ મનપા ચૂંટણી; ભાજપનો 54 વર્ષ જૂનો ગઢ ધરાશાયી; ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ‘ક્લીન સ્વીપ’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો કેસરિયો ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત મેળવી છે. છેલ્લા 54 વર્ષમાં પહેલીવાર અહીં ભાજપની આખી પેનલનો પરાજય થયો છે.

1972 પછી કોંગ્રેસની પ્રથમવાર ક્લીન સ્વીપ

વર્ષ 1972 બાદ એટલે કે છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયમાં ખાડિયામાં પહેલીવાર કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે. ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોની ક્યારેય હાર થઈ ન હતી.

કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની યાદી:

  • મીના નાયક

  • બીરજુબેન ઠક્કર

  • ધ્રુવ કલાપી

  • મોહમ્મદ ઇલિયાસ પઠાણ

ભાજપની શરમજનક હારના 3 મુખ્ય કારણો

1. ‘ખાડિયા બચાવો આંદોલન’ નડ્યું ખાડિયામાં આડેધડ થઈ રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ હતો. આ મુદ્દે આંદોલન ચલાવતા આગેવાને અપક્ષ ઉમેદવારી કરી હતી. ભાજપે ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મનાવવા મોકલ્યા પણ સફળતા ન મળી, જે અંતે ભાજપને ભારે પડી.

2. હેરિટેજની ઓળખ અને મતદારોનું સ્થળાંતર ઐતિહાસિક પોળો ધરાવતો આ વિસ્તાર કોમર્શિયલ બાંધકામોને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. પરંપરાગત ભાજપના મતદારો પોળ છોડીને અન્ય વિસ્તારોમાં સ્થાયી થયા છે. ડેટા મુજબ, અહીંથી અંદાજે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું મુખ્ય કારણ બન્યું.

3. સ્થાનિક પ્રશ્નોની અવગણના ભાજપે હંમેશ મુજબ વિકાસના નામે મત માંગ્યા હતા. પરંતુ સ્થાનિકો માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ બાંધકામ અટકાવવા એ પ્રાથમિકતા હતી. કોંગ્રેસે આ સ્થાનિક પ્રશ્નોને જ હથિયાર બનાવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું એલર્ટ: હીટવેવથી બચવા સરકારની નવી ગાઈડલાઈન જાહેર

praxpatel

મુંબઈના ‘વિવિયન રિચાર્ડ્સ’ અનિલ ગુરવનો કરુણ અંત, સચિન પણ જેમનાથી પ્રભાવિત હતા

praxpatel

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

praxpatel