Gujarat Plus
સ્પોર્ટ્સ

‘ત્યાં હાજર દરેક વ્યક્તિને આ અંગે જાણ હતી’, ૨૦૧૮ સેન્ડપેપરગેટ મામલે એબી ડી વિલિયર્સે કર્યો મોટો દાવો

'ત્યાં હાજર દરેક વ્યક્તિને આ અંગે જાણ હતી', ૨૦૧૮ સેન્ડપેપરગેટ મામલે એબી ડી વિલિયર્સે કર્યો મોટો દાવો

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષ ૨૦૧૮માં રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન થયેલી બોલ ટેમ્પરિંગની ઘટના, જેને વિશ્વ ક્રિકેટમાં ‘સેન્ડપેપરગેટ’ (Sandpapergate) તરીકે ઓળખવામાં આવે છે, તે આઠ વર્ષ બાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા ‘સબ્ર’ માં આ ઘટના અંગે બધાને જાણ હોવાનો ખુલાસો કર્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ શ્રેણીનો હિસ્સો રહેલા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે પણ મોટું નિવેદન આપતાં દાવો કર્યો છે કે આ બોલ ટેમ્પરિંગ કાંડમાં આખી ઓસ્ટ્રેલિયન ટીમ સામેલ હતી.

‘ત્યાં હાજર દરેક વ્યક્તિને ખબર હતી કે તેઓ હદ પાર કરી રહ્યા છે’

ઉસ્માન ખ્વાજા અને કેમરોન બેનક્રોફ્ટ દ્વારા ૨૦૧૮ના બોલ ટેમ્પરિંગ અંગે તાજેતરમાં કરવામાં આવેલા ખુલાસાઓ પર પ્રતિક્રિયા આપતાં એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, તેઓ અહીં કોઈ વ્યક્તિને નિશાન બનાવવા કે કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવા આવ્યા નથી. ઉસ્માન ખ્વાજા દ્વારા પુસ્તક પ્રકાશિત કરવું ખોટું નથી, પરંતુ ૨૦૨૬ના વર્ષમાં તેનો સમય થોડો અજીબ જરૂર લાગે છે.

ડી વિલિયર્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ત્યાં હાજર દરેક એક વ્યક્તિને આ અંગે જાણ હતી, મને આ વાત પર જરાય શંકા નથી. આ અજીબ છે કારણ કે હવે દરેક જણ માત્ર સેન્ડપેપર વિશે જ વાત કરી રહ્યું છે અને પૂછી રહ્યું છે કે શું તમને સેન્ડપેપર વિશે ખબર હતી.”

ડરબન અને પોર્ટ એલિઝાબેથ ટેસ્ટમાં પણ બોલ ટેમ્પરિંગ થયું હોવાનો દાવો

એબી ડી વિલિયર્સે પોતાના નિવેદનમાં આગળ વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, હવે સૌ કોઈ માની રહ્યું છે કે પોર્ટ એલિઝાબેથ ટેસ્ટમાં પણ આવું થયું હતું અને તેઓ પૂરા વિશ્વાસ સાથે કહી શકે છે કે ડરબન ટેસ્ટમાં પણ કંઈ અલગ નહોતું. તેમણે ફૂટેજ તપાસવાની વાત કરતાં ઉમેર્યું કે, મૂળ મુદ્દો એ નથી કે સેન્ડપેપરનો ઉપયોગ થયો હતો કે નહીં, પરંતુ અસલી મુદ્દો એ છે કે એક ગેરકાયદેસર કામ કરવાનો નિર્ણય પહેલેથી જ સમજી-વિચારીને લેવામાં આવ્યો હતો.

અંતમાં ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં સામેલ લોકો માટે મામલો ખૂબ અંગત બની ગયો હોવાથી તેમના પ્રત્યે તેમને સહાનુભૂતિ છે, પરંતુ તે દિવસે જે બન્યું અને તે પહેલાં ન જાણે કેટલી મેચોમાં આવું બન્યું હશે, તેના માટે તેમના મનમાં કોઈ સહાનુભૂતિ નથી.

સંબંધિત પોસ્ટ્સ

IPL ઇતિહાસમાં સૌથી વધુ વાર ઓલઆઉટ થનારી ટીમો: દિલ્હી કેપિટલ્સ ટોપ પર, જાણો ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB કયા નંબરે?

praxpatel

લોર્ડ્સ વનડે પહેલા ભારતની સ્ક્વોડમાં મોટો ફેરફાર: વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આ ખેલાડીની એન્ટ્રી

praxpatel

ટીમ ઈન્ડિયામાં તક ન મળતાં કુલદીપ યાદવે કાઉન્ટી ક્રિકેટ તરફ વળ્યા: યોર્કશાયર તરફથી રમશે

praxpatel