સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામણી એટલે કે ઓરી (Orry) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે. તેના કપડાં, શૂઝ કે બેગ્સની કિંમત હજારો અને લાખો રૂપિયામાં હોય છે. હાલમાં જ સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની નવી સીઝનમાં ઓરી પોતાની મોંઘીદાટ લક્ઝરી બેગ્સના કલેક્શન સાથે જોવા મળ્યો હતો, જેને જોઈને શોના હોસ્ટ રોહિત શેટ્ટી અને અન્ય કન્ટેસ્ટન્ટ્સ પણ ચોંકી ગયા હતા.
₹75 લાખની બેગ જોઈને રોહિત શેટ્ટીએ કરી મજાક
શોના એક કન્ટેસ્ટન્ટે ઓરીની સાથે આવેલી ખાસ બેગ વિશે વાત કરી હતી. રોહિત શેટ્ટીએ જ્યારે ઓરીને પૂછ્યું કે શું આ બેગ ₹71 લાખની છે, ત્યારે ઓરીએ સુધારો કરતા કહ્યું કે આ ₹71 લાખની નહીં પરંતુ ₹75 લાખની હર્મીસ (Hermès) બ્રાન્ડની બેગ છે. આ સાંભળીને રોહિત શેટ્ટીએ રમુજી અંદાજમાં પૂછ્યું કે, “આ બેગ તું ક્યાંથી ચોરીને લાવ્યો છે?”
અન્ય એક કન્ટેસ્ટન્ટ અવિનાશે તો ત્યાં સુધી કહી દીધું કે, આ શો જીત્યા પછી પણ તેને આટલી મોટી રકમ ઈનામમાં મળવાની નથી!
₹22 લાખની બીજી પિંક બેગ: “આ મારી એક કિડનીની કિંમત જેટલી છે”
આ પછીના એક એપિસોડમાં ઓરી પિંક કલરની હર્મીસ સાઈડબેગ સાથે જોવા મળ્યો હતો. રોહિત શેટ્ટીએ ફરી તેની ટાંગ ખેંચતા તે બેગની કિંમત પૂછી. ઓરીએ પહેલા મજાકમાં ₹22 હજાર કહ્યું, પણ બાદમાં સાચી કિંમત ₹22 લાખ હોવાનું જણાવ્યું હતું. ઓરીએ રમુજમાં કહ્યું કે, “આ બેગ મારી એક કિડનીની કિંમત જેટલી મોંઘી છે.”
આખરે શું કામ કરે છે ઓરી?
ઓરીના આટલા મોંઘા શોખ જોઈને લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે તે આખરે શું કામ કરે છે. ઓરી એક જાણીતો સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર અને પબ્લિક ફિગર છે, જે મોટાભાગની બોલિવૂડ પાર્ટીઓમાં સેલેબ્સ સાથે જોવા મળે છે. તે ઘણી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ સાથે કોલેબોરેશન કરે છે. અહેવાલો અનુસાર, ઓરી એક પાર્ટી કે ઈવેન્ટમાં હાજરી આપવાના ₹15 થી ₹25 લાખ ચાર્જ કરે છે. આ ઉપરાંત તે એક ખૂબ જ ધનિક ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવે છે.
