Gujarat Plus
આંતરરાષ્ટ્રીય

સીરિયામાં હાઈવે પર બસો વચ્ચે ભયાનક અકસ્માત, ૩૫ લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત

સીરિયામાં હાઈવે પર બસો વચ્ચે ભયાનક અકસ્માત, ૩૫ લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત

સીરિયામાં થી એક દર્દનાક રસ્તા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય સીરિયામાં હાઈવે પર બે મુસાફર બસો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પલમીરા અને અલ-સુખના વચ્ચે સર્જાયો અકસ્માત

આ અકસ્માત પલમીરા અને અલ-સુખના શહેરો વચ્ચે આવેલા દમાસ્કસ-દિર એઝ-ઝોર હાઈવે પર થયો હતો. આ હાઈવે લગભગ ૪૦૦ કિલોમીટર લાંબો છે. તે દેશના પૂર્વ ભાગને રાજધાની સાથે જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ

ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

શું ઈરાનના ‘જેલીફિશ ડ્રોન’ સામે અમેરિકાનું F-15E ફાઈટર જેટ હારી ગયું? પાયલટે કર્યો ચોંકાવનારો દાવો

praxpatel

PoKમાં સેનાનું ક્રૂર આચરણ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોહીયાળ સંઘર્ષ, ફાયરિંગમાં 150થી વધુ લોકોના મોતનો દાવો!

praxpatel

ગિનીમાં મોટી દુર્ઘટના: કચરાનો પહાડ ધરાશાયી થતાં 30 લોકોના દર્દનાક મોત, ઝૂંપડાં કાટમાળમાં દટાયા

praxpatel