Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

ફિફા વર્લ્ડ કપ ફાઇનલ પછી લિઓનેલ મેસ્સી લેશે સંન્યાસ? સોશિયલ મીડિયા પર શેર કરી ઇમોશનલ પોસ્ટ

ફિફા વર્લ્ડ કપ ફાઇનલ પછી લિઓનેલ મેસ્સી લેશે સંન્યાસ? સોશિયલ મીડિયા પર શેર કરી ઇમોશનલ પોસ્ટ

ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે. સ્પેન સામેની ફાઇનલ મેચ પહેલા આવેલી આ પોસ્ટે ફેન્સની ચિંતા વધારી દીધી છે. સોશિયલ મીડિયા પર મેસ્સીના સંન્યાસની અટકળો તેજ થઈ ગઈ છે.

ટ્રોફી કરતાં ટીમ સાથેનો સફર વધુ મહત્વનો

લિઓનેલ મેસ્સીએ ઇન્સ્ટાગ્રામ પર આર્જેન્ટિનાની આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ સાથેનો એક ફોટો શેર કર્યો છે. મેસ્સીએ લખ્યું કે, આટલા વર્ષોમાં સૌથી સારી બાબત માત્ર ટ્રોફી જીતવી નહોતી. મારા માટે ટીમ સાથે વિતાવેલો સમય અને સફર સૌથી મહત્વપૂર્ણ રહ્યો છે.

તેણે આગળ લખ્યું કે, મુશ્કેલ સમયમાં એકબીજાને સંભાળવા અને દરેક પળનો આનંદ લેવો ખાસ હતો. મેસ્સીએ ટીમના દરેક સભ્યનો આભાર માન્યો હતો.

‘કાલે પરિણામ ગમે તે આવે, આપણે ઇતિહાસ રચી દીધો છે’

મેસ્સીએ પોતાના મેસેજમાં ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. તેણે લખ્યું, “કાલે મેચનું પરિણામ ગમે તે આવે, આ ટીમે પહેલાથી જ એક એવો ઇતિહાસ રચી દીધો છે જેને કોઈ ભૂલી શકશે નહીં.”

આ પોસ્ટ દર્શાવે છે કે મેસ્સી તેની ટીમને એક પરિવાર માને છે. ફાઇનલ મેચ પહેલા ખેલાડીઓ પરથી દબાણ ઓછું કરવા માટે તેણે આ વાત કહી છે.

ફાઇનલ મેચમાં રચી શકે છે અનેક રેકોર્ડ

માનવામાં આવી રહ્યું છે કે 2026 ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ મેસ્સીની છેલ્લી વર્લ્ડ કપ મેચ હોઈ શકે છે. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે આ મેચ પછી તે ફૂટબોલને હંમેશા માટે અલવિદા કહી દેશે.

જો કે, લિઓનેલ મેસ્સીએ પોતાના સંન્યાસ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. તેણે કહ્યું કે તેનું પૂરું ધ્યાન અત્યારે માત્ર ફાઇનલ મેચ જીતવા પર છે. ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે. આ મેચમાં મેસ્સી પાસે ઘણા નવા રેકોર્ડ બનાવવાની તક છે.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026 પહેલા રિંકુ સિંહને મળી મોટી ભેટ: UP સરકારમાં બનશે મોટા અધિકારી, CM યોગી આપશે નિમણૂક પત્ર

praxpatel

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ANIL PATEL

Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ: RBIની મોટી કાર્યવાહી, જાણો તમારા પૈસાનું શું થશે?

praxpatel