Gujarat Plus
સ્પોર્ટ્સ

 IND vs AFG: ગિલ અને ઈશાન કિશને રચ્યો નવો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

 IND vs AFG: ગિલ અને ઈશાન કિશને રચ્યો નવો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 49.5 ઓવરમાં 401 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ગિલ અને ઈશાન કિશને રચ્યો ઈતિહાસ

ટીમ ઈન્ડિયાને આ મોટા સ્કોર સુધી પહોંચાડવામાં બે ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશને શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં બંને ખેલાડીઓએ 80થી ઓછી બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. ભારતીય વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે એક જ વનડે મેચમાં બે ભારતીય ખેલાડીઓએ 80 કે તેથી ઓછી બોલમાં સદી કરી હોય.

બોલરો પર વરસ્યા ભારતીય બેટ્સમેનો

મેચ દરમિયાન બંને ખેલાડીઓએ ખૂબ જ ઝડપથી રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનનો કોઈ પણ બોલર તેમને પરેશાન કરી શક્યો નહોતો. શુભમન ગિલે આ મેચમાં માત્ર 77 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. બીજી તરફ, ઈશાન કિશને વનડે કરિયરની ત્રીજી સદી માટે માત્ર 71 બોલ રમ્યા હતા. વૈશ્વિક વનડે ઈતિહાસમાં આવું માત્ર 8મી વખત બન્યું છે.

રેકોર્ડબ્રેક ભાગીદારી

આ મેચમાં શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી થઈ હતી. બંનેએ 140 બોલમાં 224 રન જોડ્યા હતા. વનડે ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામે કોઈપણ વિકેટ માટે આ સંયુક્ત રીતે બીજી સૌથી મોટી ભાગીદારી છે.

અફઘાનિસ્તાન સામે વનડેમાં સૌથી મોટી ભાગીદારી:

  1. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) – 260 રન (વર્ષ 2015)

  2. હેમિલ્ટન મસાકાદઝા અને સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) – 224 રન (વર્ષ 2014)

  3. શુભમન ગિલ અને ઈશાન કિશન (ભારત) – 224 રન (વર્ષ 2026)

  4. < /p>

સંબંધિત પોસ્ટ્સ

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી દેવાનું બિલ પાસ; અમદાવાદમાં આજે T20ની છેલ્લી મેચ; એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ-68 નવી તસવીરો જારી – Gujarat News

Gujarat Plus

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ સાથે આ શું થયું? બેટ્સમેનોની મહેનત પર બોલરોએ ફેરવ્યું પાણી

praxpatel

૪૦ વર્ષ પછી શ્રીનગરમાં ક્રિકેટ: ઇરાની કપની યજમાની કરશે શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ

praxpatel