Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IND vs AFG: હર્ષ દુબે અને ગુરનૂર બ્રારનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ, ટીમ ઇન્ડિયામાં ઈશાન કિશનની વાપસી

IND vs AFG: હર્ષ દુબે અને ગુરનૂર બ્રારનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ, ટીમ ઇન્ડિયામાં ઈશાન કિશનની વાપસી

હર્ષ દુબે અને ગુરનૂર બ્રાર; ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ ધર્મશાલા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે આ મેચ મોડી શરૂ થઈ હતી. આથી ઓવરો ઘટાડીને મેચ 25-25 ઓવરની કરવામાં આવી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝની પ્રથમ મેચમાં જ ભારતના બે યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની સુવર્ણ તક મળી છે.

આ બે યુવા ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

ભારતીય પ્લેઇંગ 11 માં સામેલ થયેલા બે નવા ચહેરા આ મુજબ છે:

  1. હર્ષ દુબે: ઘરેલું ક્રિકેટમાં વિદર્ભ તરફથી રમનાર હર્ષ દુબે એક સ્પિન ઓલરાઉન્ડર છે. તેણે આઈપીએલ 2026 ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

  2. ગુરનૂર બ્રાર: પંજાબ તરફથી રમનાર ગુરનૂર બ્રાર 6 ફૂટ કરતાં પણ વધુ ઊંચો ફાસ્ટ બોલર છે. તે ઘણા સમયથી ટીમ ઇન્ડિયાના સ્ક્વોડનો હિસ્સો હતો, પરંતુ ડેબ્યૂની તક તેને આજે મળી છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં બંને ખેલાડીઓનો રેકોર્ડ

હર્ષ દુબેએ અત્યાર સુધી 30 લિસ્ટ-એ મેચો રમી છે. જેમાં તેણે 31 વિકેટ ઝડપી છે અને બે અડધી સદી સાથે 296 રન પણ બનાવ્યા છે. બીજી તરફ, ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે 9 લિસ્ટ-એ મેચોમાં 12 વિકેટ પોતાના નામે કરી છે.

કેપ્ટન શુભમન ગિલનું નિવેદન: “વર્લ્ડ કપ પહેલા અમે માત્ર 15 થી 20 વનડે રમી રહ્યા છીએ. આ સીરીઝનો મુખ્ય હેતુ અલગ-અલગ કોમ્બિનેશન અજમાવવાનો અને ટીમની તાકાતને સમજવાનો છે.”

ત્રણ વર્ષ બાદ વનડે ટીમમાં ઈશાન કિશનની વાપસી

આ મેચમાં વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશન સંભાળી રહ્યો છે. ઈશાન કિશન વર્ષ 2023 ના વનડે વર્લ્ડ કપ પછી પોતાની પ્રથમ વનડે મેચ રમી રહ્યો છે. આ મેચમાં સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11 માં જગ્યા મળી નથી, જ્યારે કેએલ રાહુલ એક શુદ્ધ બેટ્સમેન તરીકે રમી રહ્યો છે.

પ્રથમ વનડે માટે બંને ટીમોની પ્લેઇંગ 11

  • ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

  • અફઘાનિસ્તાન: ઇબ્રાહિમ જદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), સદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઉમરઝઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સૈફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી.

  • < /p>

સંબંધિત પોસ્ટ્સ

મહિલા ક્રિકેટમાં એક યુગનો અંત: 34 વર્ષની વયે દિગ્ગજ કેપ્ટને લીધો સંન્યાસ, દેશ માટે ફટકારી હતી પ્રથમ સદી

praxpatel

પ્રજ્ઞાનાનંદાએ ચેસની દુનિયામાં રચ્યો ઈતિહાસ: નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

praxpatel

IND vs AFG: કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન? એક ડેબ્યૂ પાક્કું, દેવદત્ત પડિક્કલે જોવી પડશે રાહ

praxpatel