Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

જનરલ એનએસ રાજા સુબ્રમણિ: દેશના નવા અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

સુબ્રમણિ

જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ એ રવિવાર, 31 મે 2026 ના રોજ દેશના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા પછી તેમને સાઉથ બ્લોકમાં ઔપચારિક ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. તે ગઢવાલ રેજિમેન્ટના વરિષ્ઠ અધિકારી છે. તેમણે જનરલ અનિલ ચૌહાનનું સ્થાન લીધું છે, જેઓ 30 મેના રોજ નિવૃત્ત થયા હતા.

નવું લક્ષ્ય: ‘જય’ (JAI) પર ફોકસ

કાર્યભાર સંભાળ્યા પછી જનરલ સુબ્રમણિ એ તેમનું વિઝન સ્પષ્ટ કર્યું હતું. તેમના નેતૃત્વમાં ભારતીય સશસ્ત્ર દળોનું મુખ્ય ફોકસ ‘જય’ (JAI) પર રહેશે:

  • J – Jointness (સંયુક્તતા)

  • A – Aatmanirbharta (આત્મનિર્ભરતા)

  • I – Innovation (નવાચાર/નવીનતા)

40 વર્ષનું શાનદાર અને ગૌરવપૂર્ણ કરિયર

જનરલ સુબ્રમણિ પાસે 40 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેમણે દેશના વિવિધ મુશ્કેલ વિસ્તારોમાં સેનાની કમાન સંભાળી છે.

  • જન્મ અને કમિશન: તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) અને ભારતીય સૈન્ય એકેડેમી (IMA) ના સ્નાતક છે. 14 ડિસેમ્બર 1985ના રોજ તેઓ ગઢવાલ રાઇફલ્સની 8મી બટાલિયનમાં સામેલ થયા હતા.

  • મુખ્ય ઓપરેશન્સ: તેમણે આસામમાં ઉગ્રવાદ વિરોધી ‘ઓપરેશન રાઈનો’ દરમિયાન 16 ગઢવાલ રાઈફલ્સનું નેતૃત્વ કર્યું હતું.

  • મહત્વના કમાન્ડ: તેમણે જમ્મુ-કાશ્મીરમાં 168 ઇન્ફન્ટ્રી બ્રિગેડ અને મધ્ય સેક્ટરમાં 17 માઉન્ટેન ડિવિઝનની કમાન સંભાળી છે. આ સિવાય પશ્ચિમી મોરચે સેનાની મુખ્ય સ્ટ્રાઈક કોર ‘II કોર’ ના પણ તેઓ વડા રહી ચૂક્યા છે.

મહત્વના હોદ્દાઓ અને શૈક્ષણિક લાયકાત

જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ સેનાના અત્યંત તેજસ્વી અધિકારીઓમાં ગણાય છે. દેશ અને વિદેશમાં તેઓ સિંહફાળો આપી ચૂક્યા છે.

સમયગાળો / હોદ્દો વિગત
૧ સેપ્ટેમ્બર ૨૦૨૫ થી અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં સૈન્ય સલાહકાર
૧ જુલાઈ ૨૦૨૪ થી ૩૧ જુલાઈ ૨૦૨૫ ભારતીય થલ સેનાના ઉપ-પ્રમુખ (Vice Chief of Army Staff)
માર્ચ ૨૦૨૩ થી જૂન ૨૦૨૪ સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ
વિદેશી સેવા કઝાકિસ્તાનમાં સંરક્ષણ અતાશે (Defence Attache) તરીકે કાર્યભાર
શૈક્ષણિક ડિગ્રી કિંગ્સ કોલેજ લંડનમાંથી MA અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં M.Phil

પ્રતિષ્ઠિત સૈન્ય સન્માન

જનરલ સુબ્રમણિ ને પશ્ચિમી અને ઉત્તરીય બંને સરહદોની ઓપરેશનલ સ્થિતિની ઊંડી સમજ છે. તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને દેશના સર્વોચ્ચ સૈન્ય મેડલોથી નવાજવામાં આવ્યા છે:

  • પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM)

  • અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM)

  • સેના મેડલ (SM)

  • વિશિષ્ટ સેવા મેડલ (VSM)

સંબંધિત પોસ્ટ્સ

17 વાર લૂંટાયું છતાં અડીખમ રહ્યું શ્રદ્ધાનું કેન્દ્ર, જાણો સોમનાથ મંદિરનો સંપૂર્ણ ઈતિહાસ

praxpatel

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, કચ્છમાં હીટવેવનું એલર્ટ

praxpatel

સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ‘લોકો મદદ કરવાને બદલે વીડિયો ઉતારે છે’

praxpatel