Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

CSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર

CSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર

IPL 19મી સીઝનમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હાલ ઈજાઓના સંકટ સામે ઝઝૂમી રહી છે. ટીમના યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે (Ayush Mhatre) હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે. હવે ફ્રેન્ચાઈઝીએ તેમના રિપ્લેસમેન્ટ તરીકે અનુભવી બોલરCSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર (Akash Madhwal) ના નામની જાહેરાત કરી છે.

આકાશ મધવાલ:  મુંબઈ ઇન્ડિયન્સનો રહી ચૂક્યો છે ભાગ

32 વર્ષીય ફાસ્ટ બોલર આકાશ મધવાલ આ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમી ચૂક્યો છે. તેણે 2023માં મુંબઈ તરફથી ડેબ્યુ કર્યું હતું. આ સીઝનમાં ઓક્શન (Auction) દરમિયાન તે વેચાયા વગરનો (Unsold) રહ્યો હતો, પરંતુ હવે CSK એ તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

આકાશ મધવાલનું IPL કરિયર :

આકાશ માધવાલે ત્રણ સીઝનમાં IPLમાં કુલ 17 મેચ રમી છે, જેમાં તેણે 25.65 ની સરેરાશથી 23 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ 10.06 છે. IPL મેચમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5 રનમાં 5 વિકેટ છે, જે તેણે 2023 માં મુંબઈ ઇન્ડિયન્સ માટે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટર મેચમાં હાંસલ કર્યું હતું.

  • કુલ મેચ: 17

  • વિકેટ: 23

  • શ્રેષ્ઠ પ્રદર્શન: 5 રન આપીને 5 વિકેટ (મુંબઈ ઇન્ડિયન્સ તરફથી લખનૌ સામે).

  • ખાસિયત: ડેથ ઓવર્સમાં શાનદાર યોર્કર નાખવાની ક્ષમતા.

આયુષ મ્હાત્રેએ શરૂઆતની મેચોમાં સારું ફોર્મ બતાવ્યું હતું, પરંતુ 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. હવે આકાશના આવવાથી CSK ના બોલિંગ એટેક (Bowling Attack) ને નવી તાકાત મળશે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ: ધોળકા ની સરકારી શાળામાં કલંકિત ઘટના, વિદ્યાર્થી સાથે અડપલાં કરનાર શિક્ષક જેલભેગો

praxpatel

છોટા ઉદેપુર: બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, સંખાંદ્રા સીમમાંથી ₹10.56 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Maheriya Nirali

તમિલનાડુમાં વિજયની સરકાર બનવાનો રસ્તો સાફ: 120 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, સ્ટાલિને પાઠવી શુભેચ્છાઓ

praxpatel