Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ ચૂંટણી: જો ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, 20 હજાર જવાનો તહેનાત

અમદાવાદ ચૂંટણી: જો ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે,

અમદાવાદમાં આગામી રવિવારે (26 એપ્રિલ) મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે રવિવારે (26મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો 3 જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવા માટે 150થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્યૂહાત્મક રીતે કાર્યરત કરાશે.શહેરના 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન થશે. આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે.

3 મિનિટમાં પોલીસનો પ્રતિસાદ

ચૂંટણી દરમિયાન કોઈ પણ વિસ્તારમાં ટોળાંશાહી કે હિંસાની કોશિશ થશે, તો પોલીસ માત્ર 3 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી જશે. આ માટે શહેરમાં 150થી વધુ પોલીસ ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરશે.

ડ્રોન અને CCTVથી ચૂંટણી માં બાજ નજર

શહેરના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે.

  • ડ્રોન સર્વેલન્સ: ગીચ અને કોટ વિસ્તારમાં ડ્રોન દ્વારા મોનિટરિંગ થશે.

  • CCTV મોનિટરિંગ: દરેક મતદાન મથક અને આસપાસના વિસ્તારો સીસીટીવીથી સજ્જ હશે.

  • ખાસ ટીમો: ક્રાઈમ બ્રાન્ચ, SOG, ATS અને PCB ની ટીમોને અલગ-અલગ ઝોનમાં તહેનાત કરવામાં આવી છે.

કેટલો જવાનોનો કાફલો હશે?

અમદાવાદમાં શાંતિ જાળવવા માટે કુલ 20,000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં SRP, CRPF અને RAF જેવી અર્ધલશ્કરી દળોની ટુકડીઓનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદ અને કોટ વિસ્તારમાં વિશેષ સતર્કતા રાખવામાં આવશે.

મતદાનના આંકડા અને વિગત

  • કુલ મતદાન મથકો: 4,257

  • કુલ મતદારો: અંદાજે 38 લાખ

  • અતિ સંવેદનશીલ બુથ: 175 થી વધુ

  • સંવેદનશીલ બુથ: આશરે 2,000

ગયા વર્ષે (2021) કોરોનાને કારણે માત્ર 37.8% મતદાન થયું હતું. જોકે, આ વખતે ગરમી હોવા છતાં મતદાનનો આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે.


સંબંધિત પોસ્ટ્સ

₹300ની મજૂરી અને ₹400 કિલો ગેસ, LPG સંકટે છીનવ્યો કોળિયો: સુરતથી શ્રમિકોનું પલાયન

praxpatel

‘ઉતરન’ની ઈચ્છા અને તપસ્યા હવે શું કરે છે? એક બની વકીલ તો બીજીએ પહેર્યો ડોક્ટરનો કોટ

praxpatel

બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મળશે 12 અઠવાડિયાની Maternity leave: SC

praxpatel