Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

રાશિદ ખાનનો મોટો ખુલાસો: ભારત અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ઠુકરાવી, જાણો શા માટે લીધો આ નિર્ણય

રાશિદ ખાનનો મોટો ખુલાસો: ભારત અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ઠુકરાવી, જાણો શા માટે લીધો આ નિર્ણય

IPL 2026 વચ્ચે દુનિયાના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક રાશિદ ખાને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. રાશિદે પોતાની આગામી પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે તેને ભારત અને ઓસ્ટ્રેલિયા તરફથી નાગરિકતા અને રમવાની ઓફર મળી હતી.

‘ભારત આવીને વસી જાઓ’ – BCCI ઓફિશિયલની ઓફર

રાશિદ ખાને તેના પુસ્તક ‘રાશિદ ખાન: ફ્રોમ સ્ટ્રીટ ટુ સ્ટારડમ’ માં જણાવ્યું છે કે IPL 2023 દરમિયાન એક સિનિયર BCCI અધિકારીએ તેનો સંપર્ક કર્યો હતો. અફઘાનિસ્તાનની ખરાબ સ્થિતિને જોતા અધિકારીએ તેને ભારત આવીને વસવાટ કરવા અને ભારત તરફથી ક્રિકેટ રમવા માટે ભારતીય દસ્તાવેજો આપવાની ઓફર કરી હતી.

દેશ માટે વફાદારી સૌથી ઉપર

રાશિદે આ ઓફર સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું પરંતુ તેમણે નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો. રાશિદે કહ્યું, “જો હું મારા દેશ અફઘાનિસ્તાન માટે નહીં રમી શકું, તો હું બીજા કોઈ દેશ માટે પણ નહીં રમું.” તેમણે ઓસ્ટ્રેલિયાની નાગરિકતાની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. રાશિદ માટે તેના દેશ પ્રત્યેનો પ્રેમ અને વફાદારી સર્વોપરી રહી છે.

T20 ક્રિકેટનો બાદશાહ: રાશિદ ખાનના રેકોર્ડ્સ

રાશિદ ખાન અત્યારે IPL 2026 માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે. તેના આંકડા તેની મહાનતા દર્શાવે છે:

  • T20 ફોર્મેટ: 524 મેચોમાં કુલ 708 વિકેટ ઝડપી છે.

  • T20 ઇન્ટરનેશનલ: 115 મેચોમાં 193 વિકેટ સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે.

  • IPL 2026: અત્યાર સુધી 20 ઓવરમાં માત્ર 154 રન આપી 6 વિકેટ ઝડપી સૌથી કરકસરયુક્ત બોલર સાબિત થયો છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદના SP રિંગ રોડ ઉપર વૈષ્ણવદેવીથી ઝુંડાલ જવાના માર્ગ ઉપર સ્થાનિકોનો ચક્કાજામ

aminparmar

સૂર સામ્રાજ્ઞી આશા ભોંસલે પંચતત્વમાં વિલીન: પુત્ર આનંદે આપી મુખાગ્નિ, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

praxpatel

ઈઝરાયલનું ‘લિટલ ઈન્ડિયા’ : ડિમોના શહેરમાં ઈરાની મિસાઈલ હુમલો, 47 લોકો ઘાયલ

praxpatel